China ફરી એકવાર ચર્ચામાં, માત્ર એક જ દિવસમાં તૈયાર કરી 10 માળની બિલ્ડિંગ! જાણવા જેવી છે ટેકનીક

આપણે ત્યાં હાઈ રાઈઝિંગ બિલ્ડિંગ ઉભી કરવામાં મહિનાઓથી વર્ષોનો સમય લાગી જાય છે. ઘર કે, ઓફિસનું પઝેશન લેવામાં આટલો લાંબો સમય રાહ જોવી સ્વાભાવિક હોય છે. પણ હાલ ચીનમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. આ બિલ્ડિંગ 1 દિવસમાં તૈયાર કરવામાં આવી છે.

China ફરી એકવાર ચર્ચામાં, માત્ર એક જ દિવસમાં તૈયાર કરી 10 માળની બિલ્ડિંગ! જાણવા જેવી છે ટેકનીક

નવી દિલ્લીઃ આપણે ત્યાં હાઈ રાઈઝિંગ બિલ્ડિંગ ઉભી કરવામાં મહિનાઓથી વર્ષોનો સમય લાગી જાય છે. ઘર કે, ઓફિસનું પઝેશન લેવામાં આટલો લાંબો સમય રાહ જોવી સ્વાભાવિક હોય છે. પણ હાલ ચીનમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. આ બિલ્ડિંગ 1 દિવસમાં તૈયાર કરવામાં આવી છે. આપણે સૌ એક સપનું સેવીને બેઠા હોઈએ છીએ કે બને તેટલું જલ્દી આપણે આપણું ઘર બનાવી લઈએ. પરંતુ ઘર બનવામાં ઘણા મહિનાઓ સુધીનો સમય લાગી જાય છે. પરંતુ ચીનમાં માત્ર એક દિવસ જેટલા સમયમાં ઘર બનાવવાની ટેક્નિક આવી છે. ચીનની એક કંપનીએ માત્ર 28 કલાક 45 મિનિટમાં, 10 માળની બિલ્ડિંગ તૈયાર કરી દીધી છે.

No description available.

સાંભળીને પણ આશ્ચર્ય થશે કે, એક દિવસમાં બિલ્ડિંગ બનાવી તે શક્ય જ નથી. ચીનના એક ડેવલપરે ફક્ત 28 કલાક અને 45 મિનિટમાં 10 માળની ઈમારત ઉભી કરી છે. 28 કલાકમાં તૈયાર કરાયેલી આ બિલ્ડિંગ બાદ સૌ કોઈને આશ્ચર્ય ચકિત કર્યા છે. આ બિલ્ડિંગ બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા સૌ કોઈને નવાઈ લાગી રહી છે.

No description available.

આ બિલ્ડિંગ બનાવવા માટે કંપીને પ્રિ-ફેબ્રિકેટેડ કંન્ટ્રક્શ સિસ્ટમ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. એટલે કે, પ્રિ-ફેબ્રિકેટેડ ઈમારતોને જોડીને આ ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે. પહેલાં ફેક્ટરીમાં બિલ્ડિંગના પાર્ટને તૈયાર કરવામાં આવે છે અને પછી તેને જોડીને ઈમારત તૈયાર કરવામાં આવે છે. અને તે પછી વીજળી અને પાણીનું કનેક્શન જોડવામાં આવે છે. ચીનની આ ટેક્નોલોજીથી ઉભી કરાયેલી બિલ્ડિંગનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. સાથે જ આ દ્રશ્યો જોવાની લોકોને મજા પડી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news