VIDEO: ચીનમાં હુમલાખોરે કાર ભીડમાં ઘૂસાડી લોકોને આડેધડ માર્યા ચાકૂ, 9ના મોત
ચીનના હુનાન પ્રાંતમાં બુધવારે સાંજે એક વ્યક્તિએ પોતાની એસયુવી કાર ભીડમાં ઘૂસાડી દીધી અને ત્યારબાદ ગાડીમાંથી બહાર આવીને તેણે લોકો પર ચાકૂથી હુમલો કર્યો.
Trending Photos
બેઈજિંગ: ચીનના હુનાન પ્રાંતમાં બુધવારે સાંજે એક વ્યક્તિએ પોતાની એસયુવી કાર ભીડમાં ઘૂસાડી દીધી અને ત્યારબાદ ગાડીમાંથી બહાર આવીને તેણે લોકો પર ચાકૂથી હુમલો કર્યો. આ ઘટના હેંગયાંગ પ્રાંતમાં ઘટી. લોકો નદી કિનારે ભેગા થયા હતાં.
એસયુવીના 54 વર્ષના ચાલક ચાંગ જાનયૂનને પહેલા તો લોકો પર ગાડી ચડાવી દીધી અને ત્યારબાદ ચાકૂથી હુમલો કરવા લાગ્યો હતો. સરકારી અખબાર 'ગ્લોબલ ટાઈમ્સ'ના અહેવાલ મુજબ આ હુમલામાં 9 લોકોના મોત થયા છે. જ્યારે 46 લોકો ઘાયલ થયાં. યાંગને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે. તે વ્યક્તિ અગાઉ પણ અપરાધિક ઘટનાઓમાં સામેલ રહ્યો હતો અને અનેકવાર જેલ પણ જઈ ચૂક્યો છે.
Breaking! Attack in Hengdong county of Hengyang city, Hunan province in China! Car ran over pedestrians. pic.twitter.com/SeIO5PRLcE
— Carl Zha (@CarlZha) September 12, 2018
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે ઘટનાસ્થળ પર લોકો ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં આમ તેમ પડેલા છે અને કણસી રહ્યાં છે. ચાકૂથી હુમલા બાદ અનેક લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતાં. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ હુમલાખોરે અચાનક ચાકૂીથી હુમલો કરવાનું શરૂ કરી દીધુ હતું. લોકો કઈ સમજે તે પહેલા જ લોકો પર ચાકૂના તાબડતોડ હુમલા કરાઈ રહ્યાં હતાં. જેના કારણે ઘટનાસ્થલે અફરાતફરી મચી ગઈ ગઈ હતી. લોકો જીવ બચાવવા આમ તેમ ભાગી રહ્યાં હતાં.
#BREAKING: At least 3 dead & 40 injured after an SUV rammed into a crowd of people in Hengyang, China (Video: @ZhangZhulin) pic.twitter.com/ZkC1oAyrk4
— Amichai Stein (@AmichaiStein1) September 12, 2018
🔴 #China: A car struck dozens of people in #Hengyang City during a dance event that was underway. A man has been arrested and the cause of the incident is unknown at this stage. " pic.twitter.com/My5Zu6ueX0
— Tv Languedoc (@tvlanguedoc) September 12, 2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે