સાવચેત રહો! કોરોનાની બીજી લહેર બાળકો માટે ખતરાની ઘંટી, રિપોર્ટમાં કરાયો દાવો
જર્મનીમાં (Germany) થયેલી એક સ્ટડીમાં એડલ્ટ્સની સરખામણીમાં સ્કૂલના બાળકો (Children Of Corona Infection) ચાર ગણા વધારે સંક્રમિત થઈ રહ્યા છે
Trending Photos
બર્લિન: દુનિયાભરમાં ચાલી રહેલી કોરોનાની (Corona) બીજી લહેરમાં બાળકોને સંક્રમણનો ખતરો વધારે છે. જર્મનીમાં (Germany) થયેલી એક સ્ટડીમાં એડલ્ટ્સની સરખામણીમાં સ્કૂલના બાળકો (Children Of Corona Infection) ચાર ગણા વધારે સંક્રમિત થઈ રહ્યા છે.
જર્નલ મેડમાં પ્રકાશિત થયા અભ્યાસ
જર્નલ મેડમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, પ્રી સ્કૂલના બાળકોમાં ઓક્ટોબર 2020 થી ફેબ્રુઆરી 2021 સુધીમાં 5.6 ટકા એન્ટીબોડી ફ્રિક્વેન્સી નોંધઈ હતી. ત્યારે નવેમ્બર 2020 અને ફેબ્રુઆરી 2021 ની વચ્ચે કોરોના ટેસ્ટ કરાવનારા સ્કૂલના બાળકોમાં આ આંકડો 8.4 ટકા જોવા મળ્યો છે. અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોરોનાની બીજી લહેરમાં એન્ટીબોડી ફ્રીક્વેન્સી પહેલી લહેરની સરખામણીમાં લગભગ આઠ ગણી વધારે છે.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ હેલ્થના ગેબ્રિયલ ઝિગલરે જણાવ્યું હતું કે બાળકોમાં એડલ્ટ્સની સરખામણીમાં સંક્રમિત થવાની સંભાવના ઓછી માનવામાં આવી રહી છે. પરંતુ અભ્યાસ બાદ આ ધારણાની વિરુદ્ધ પરિણામ સામે આવ્યા છે. તેનો અર્થ એ કે બાળકોનું કોરોના સંક્રમિત (Coronavirus) થવાની સંભાવના પહેલા કરતા વધારે છે. પ્રી-સ્કૂલ અને શાળામાં અભ્યાસ કરતા બાળકો સાર્સ અને કોરોના સંક્રમણ માટે વધુ સંવેદનશીલ હોય છે.
બીજી લહેરમાં બર્લિનમાં કુલ 446 બાળકો કોરોના (Coronavirus) પોઝિટિવ આવ્યા છે. તેમાંથી 68 ટકા બાળકો લક્ષણો વગરના છે. ત્યારે પ્રી-સ્કૂલના બાળકોમાં આ આંકડો 51.2 ટકા છે. અભ્યાસ કરનારા લોકોનું કહેવું છે કે, જર્મનીના બાવેરિયા પ્રાંતમાં કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં છ ગણા વધુ બાળકો પીસીઆર પરીક્ષણોમાં કોરોના વાયરસથી સંક્રમમિત મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે