ચંદ્રયાન-3ની સફળતા પર પાકિસ્તાને તોડી ચૂપ્પી, કહી એવી વાત...આખી દુનિયા દંગ રહી ગઈ!

ISRO ના મૂન મિશન ચંદ્રયાન 3એ બુધવારે પોતાના નિર્ધારિત સમય પર સાંજે 6.04 વાગે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. સફળ સોફ્ટ લેન્ડિંગ સાથે જ ભારત ચંદ્ર પર કદમ મૂકનારો ચોથો દેશ બની ગયો છે. બીજી બાજુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો ભારત પ્રથમ દેશ બન્યો છે.  જાણો પાકિસ્તાને ભારતની આ સિદ્ધિ પર શું કહ્યું? 

ચંદ્રયાન-3ની સફળતા પર પાકિસ્તાને તોડી ચૂપ્પી, કહી એવી વાત...આખી દુનિયા દંગ રહી ગઈ!

ભારતના મૂન મિશન ચંદ્રયાન-3ની સફળતા પર પાકિસ્તાને પણ હવે ચૂપ્પી તોડીને કહ્યું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે ભારતીય વૈજ્ઞાનિકો પ્રશંસાને પાત્ર છે. પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનનું કહેવું છે કે બંને દેશો વચ્ચે વર્તમાન સંબંધોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને જે પ્રકારે ભારતીય ઉપલબ્ધિને બિરદાવી છે એવું બહું ઓછું જોવા મળે છે. 

ISRO ના મૂન મિશન ચંદ્રયાન 3એ બુધવારે પોતાના નિર્ધારિત સમય પર સાંજે 6.04 વાગે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. સફળ સોફ્ટ લેન્ડિંગ સાથે જ ભારત ચંદ્ર પર કદમ મૂકનારો ચોથો દેશ બની ગયો છે. બીજી બાજુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનારો ભારત પ્રથમ દેશ બન્યો છે. 

— Spokesperson 🇵🇰 MoFA (@ForeignOfficePk) August 25, 2023

પાકિસ્તાને શું કહ્યું?
શુક્રવારે પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી સાપ્તાહિક સમાચાર બ્રિફિંગ દરમિયાન પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૂચને પૂછવામાં આવ્યું કે વર્તમાનમાં જે ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ થયું છે, ભારતનું ચંદ્ર પર લેન્ડિંગ થયું છે, પાકિસ્તાન તેને કઈ રીતે જુએ છે. જેનો જવાબ આપતા તેમણે કહ્યું કે આ સવાલના જવાબમાં હું બસ એટલું જ કહી શકું કે આ એક મોટી વૈજ્ઞાનિક ઉપલબ્ધિ છે. જેના માટે ઈસરોના વૈજ્ઞાનિકો પ્રશંસાને પાત્ર છે. 

— Ch Fawad Hussain (@fawadchaudhry) August 23, 2023

બંને દેશો વચ્ચે વર્તમાન સંબંધોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને જે પ્રકારે ભારતીય ઉપલબ્ધિની પ્રશંસા કરી છે તેવું બહું ઓછું જોવા મળે છે. આ અગાઉ પાકિસ્તાનના પૂર્વ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ હુસૈન ચૌધરીએ ઈસરોને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે આ ઈસરો માટે ઐતિહાસિક ક્ષણ છે. માત્ર સપનાવાળી યુવા પેઢી જ દુનિયાને બદલી શકે છે. 

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news