અનોખું ટુરિસ્ટ પ્લેસ જ્યાં છોકરીઓ ઉતારી દે છે પોતાના અંડરગાર્મેંટ્સ? સોશિયલ મીડિયા પર વાયરલ

Woman Undergarments In New Zealand: સોશિયલ મીડિયા પર એવી ઘણી તસવીરો વાયરલ છે જ્યાં હજારો બ્રા એકસાથે તાર પર લટકી રહી છે. અહીંયા આવીને મહિલા પોતાની બ્રા ઉતારી લટકાવી છે. હવે આ વિશે જાણવા માટે લોકો એકદમ પરેશાન હશે આખરે શું તેની પાછળનું કારણ....

અનોખું ટુરિસ્ટ પ્લેસ જ્યાં છોકરીઓ ઉતારી દે છે પોતાના અંડરગાર્મેંટ્સ? સોશિયલ મીડિયા પર વાયરલ

Cardona Bra Fence: વિશ્વમાં ઘણી વિચિત્ર વસ્તુઓ છે, જેમના વિશે જાણીને લોકો દંગ રહી જાય છે. કંઇક આવો કિસ્સો સામે આવ્યો છે. એક એવી જગ્યા જ્યાં મુલાકાત લીધા પછી છોકરીઓ તેમના અન્ડરગાર્મેન્ટ્સ ઉતારે છે. સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો વાયરલ થઈ છે જેમાં હજારો બ્રા (Bra Fence) એકસાથે લટકી રહી છે. અહીં આવીને મહિલાઓ પોતાની બ્રા ઉતારીને લટકાવી દે છે. હવે તમને એ જાણીને ખૂબ જ ચિંતા થશે કે આની પાછળ શું કારણ હોઈ શકે છે. ઈન્ટરનેટ પર તમે આ પ્રકારની તસવીર ભાગ્યે જ જોઈ હશે.

આખરે અહીં કેમ પોતાના અંડરગાર્મેંટ ઉતારી દે છે છોકરીઓ?
દુનિયામાં આ જગ્યા બીજી કોઇ નહી પરંતુ ન્યૂઝિલેંડના કારડોનામાં આવેલી છે. મહિલાઓના ઇનરવિયરના લીધે આખી દુનિયામાં તેની ચર્ચા થાય છે. જે પણ ટૂરિસ્ટ આવે છે તે આ ડેસ્ટિનેશનને જરૂર વિઝિટ કરે છે. કારડોનામાં આવનાર મહિલાઓ તથા છોકરીઓ પોતાની બ્રા ઉતારીને અહીં લટકાવીને જતી રહે છે. એટલું જ નહી, આવનાર ટૂરિસ્ટ પણ અહીં ફોટો ક્લિક કરાવે છે. ચાલો અમે તમને જણાવીએ કે આખરે આ કહાની દુનિયાભરમાં કેમ પ્રચલિત છે. એક વેબસાઇટના અનુસાર વર્ષ 1998 માં ક્રિસમસથી લઇને ન્યૂ ઇયર 1999 સુધી, અહીંયા પહેલી વાર ચાર બ્રા દેખાઇ હતી. ત્યારબાદ આ જગ્યા ખૂબ ચર્ચામાં આવી ગઇ.  

કારણ જાણીને તમને પણ રહી જશો દંગ
કોરોના પહેલાં ફેબ્રુઆરી 2019 માં આ જગ્યા પર બ્રાની સંખ્યા વધતી ગઇ અને એક મહિનામાં 60થી વધુ બ્રા લટકાવામાં આવે છે. તેની પાછળ ચોંકાવનારું કારણ છે. જોકે એવી માન્યતા છે કે મહિલાઓ ફ્રીડમ સિમ્બોલ તરીકે આમ કરે છે. સાથે સાથે તે બ્રેસ્ટ કેન્સરની જાગૃતતાને લઇને પણ આમ કરે છે. આ જગ્યા પર બ્રેસ્ટ કેન્સને લઇને ડોનેશન પણ લેવામાં આવે છે. આ ડોનેશનને બ્રેસ્ટ કેન્સર વેલફેરમાં ઉપયોગ કરવામાં આવે છે. આ જગ્યાના માલિક પણ બ્રેસ્ટ કેન્સરની જાગૃતતા માટે કામ કરે છે. લોકોમાં માન્યતા એ પણ છે જે મહિલાઓ પોતાની બ્રા અહીં લટકાવે છે તેને મનપસંદ લાઇફ પાર્ટનર મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news