બ્રિટનના મહારાણી Elizabeth નો શાહી અંદાજ, ચાકુની જગ્યાએ તલવારથી કાપી બર્થડે કેક

Queen Elizabeth Cake: બ્રિટનના મહારાણી એલિઝાબેથે પોતાના જન્મદિવસ પર ચાકુની જગ્યાએ કેક તલવારથી કાપી હતી. આ જોઈને લોકો ચોંકી ગયા હતા. 

બ્રિટનના મહારાણી Elizabeth નો શાહી અંદાજ, ચાકુની જગ્યાએ તલવારથી કાપી બર્થડે કેક

લંડનઃ બ્રિટનમાં ચાલી રહેલી જી-7 સમિટનો ઉલ્લેખ આ દિવસોમાં અલગ-અલગ મુદ્દા પર ગંભીર ચર્ચા માટે થઈ રહ્યો છે પરંતુ બ્રિટનની મહામારી એલિઝાબેથ II એ આ વચ્ચે એવું કર્યું કે લોકોને હસવુ આવી ગયું. હકીકતમાં ઇનડોર રેનફોરેસ્ટ સેન્ટર ઈડેન પ્રોજેક્ટમાં જ્યારે કેક કાપવાની વાત આવી તો મહારાણીએ ચાકુની જગ્યાએ તલવાર ઉઠાવી લીધી. 

એલિઝાબેથ ડચેજ ઓફ કોર્નવોલ કમીલા અને ડચેજ ઓફ કેમ્બ્રિજ કેટની સાથે આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. કોરોના મહામારી દરમિયાન મદદ કરનાર વોલેન્ટિયર્સનો આભાર માનવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના સત્તાવાર બર્થડેની કેક લાવવામાં આવે. તે કાપવા માટે કોઈએ તેમની તરફ ચાકુ લંબાવ્યો. 

— The Royal Family (@RoyalFamily) June 12, 2021

ચાકુની જગ્યાએ ઉઠાવી તલવાર
તેના પર મહારાણીએ કહ્યું, મને ખ્યાલ છે ચાકુ છે. આ કંઈક નવી રીત છે. તે કહેતા તેમણે ચાકુની જગ્યાએ તલવાર ઉઠાવી લીધી. દર વર્ષે જૂનના બીજા શનિવારે મહારાણીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એપ્રિલની 21 તારીખે મહારાણી એલિઝાબેછ 95 વર્ષના થયા હતા. 

સામાન્ય રીતે બકિંઘમ પેલેસમાં ધૂમધામથી તેમનો જન્મદિવસ ઉજવવામાં આવે છે, જેમાં સૈનિક પરેડ કરે છે. પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે લાગૂ લૉકડાઉનને લીધે સતત બીજા વર્ષે ઉજવણી થઈ શકી નહીં. 

આ પહેલા બકિંઘમ પેલેસે જાહેરાત કરી હતી કે સરકાર અને અન્ય સંબંધિત પક્ષોની સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું છે કે આ વર્ષે મધ્ય લંડનમાં પરંપરાગત રીતે મહારાણી માટે સત્તાવાર જન્મદિવસ પરેડનું આયોજન થશે નહીં. પરેડની યોજનાના પ્રભારી સૈન્ય અધિકારી લેફ્ટિનેન્ટ કર્નલ ગાય સ્ટોને કહ્યુ કે, તેમનો પ્રયાસ મહામારી દરમિયાન વિન્ડસરમાં મહારાણીનો યાદગાર અને ભવ્ય જન્મદિવસ મનાવવાની હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news