BOSS મોકલતો હતો 'ગંદા' મેસેજ, મહિલાએ ઓફિસમાં જ ઝાડુથી ધોઈ નાખ્યો, Video વાયરલ

ચીનમાં એક મહિલાએ પોતાના બોસની પોતું મારવાના ડંડાથી બરાબર ધોલાઈ કરી નાખી.

BOSS મોકલતો હતો 'ગંદા' મેસેજ, મહિલાએ ઓફિસમાં જ ઝાડુથી ધોઈ નાખ્યો, Video વાયરલ

Woman Beaten Her Boss Video : ચીનમાં એક મહિલાએ પોતાના બોસની પોતું મારવાના ડંડાથી બરાબર ધોલાઈ કરી નાખી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. મહિલા હવે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. લોકોએ તેના ખુબ વખાણ કર્યા. મહિલાએ તેના બોસ પર ખુબ ગંભીર આરોપ લગાવ્યા અને બોસની પીટાઈ કરી. આ પીટાઈનો વીડિયો પણ બનાવ્યો. 

ઓફિસની મહિલાઓને મોકલતો હતો ડર્ટી મેસેજ
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ ચીનની સરકારી મહિલા કર્મચારીનો આરોપ છે કે તેના બોસ તેનું ઉત્પીડન કરતા હતા અને તેને અભદ્ર મેસેજ મોકલતા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે જોઉ(Zhou) એ પહેલા તો ટબમાં ભરેલા બાથરૂમનું પાણી બોસ પર ફેંક્યું અને પછી પોતુ કરવાના ડંડા મોબ(Mob) થી તેની ઓફિસમાં ઘૂસીને બરાબર ધોલાઈ કરી નાખી. 

મહિલાએ બોસને માર્યો
એટલું જ નહીં બોસ વેંગની સામે રાખેલા પુસ્તકોને મહિલાએ જોરથી તેના મોઢા પર ફેંક્યા. જેવી બોસની પીટાઈ કરવા લાગી કે મહિલા સાથે ઉભેલી બીજી યુવતીએ તેનો વીડિયો બનાવવા માંડ્યો અને તે બોસ પોતાનું મોઢું છૂપાવવા લાગ્યો. આ દરમિયાન તેણે માફી માંગતા કહ્યું કે તે જ્યારે મેસેજ મોકલતો તો ત્યારે મજાક કરી રહ્યો હતો. બાજુમાં ઊભેલી મહિલાએ કહ્યું કે આ મજાક કેવી રીતે હોઈ શકે? આ તમારા ગંદા ચરિત્રને દેખાડે છે. શું તમે ક્યારેય તમારી ઓફિસના કર્મચારીઓ વિશે વિચાર્યું છે? બીજી મહિલા ગુસ્સામાં આવીને સામે રાખેલીા પુસ્તકો અને સામાનને ટેબલ પરથી પાડી નાખે છે. 

જુઓ Viral Video

14 મિનિટનો આ વીડિયો વાયરલ થયો
વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા અનેક લોકોને ફોન કરીને તેની જાણકારી આપી છે અને દાવો કરી રહી છે કે આ વ્યક્તિ ઓફિસની અનેક મહિલાઓનું ઉત્પીડન કરતા મેસેજ મોકલે છે. લગભગ 14 મિનિટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના બાદ લોકો મહિલાના વખાણ કરે છે કારણ કે તેણે પોતાના અને ઓફિસની અન્ય મહિલા સભ્યો માટે અવાજ ઉઠાવ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news