બોરિસ જોનસન બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન, વર્તમાન વિદેશમંત્રી જેરેમી હંટને હરાવ્યા

બ્રિટનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન બોરિસ જોનસન બ્રેક્ઝિટના સમર્થક છે અને તેઓ બ્રિટનને યુરોપિયન સંઘમાંથી કોઈ પણ કરાર વગર છૂટું પાડવા માગે છે.
 

બોરિસ જોનસન બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન, વર્તમાન વિદેશમંત્રી જેરેમી હંટને હરાવ્યા

નવી દિલ્હીઃ પૂર્વ વિદેશમંત્રી બોરિસ જોનસન બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. તેમણે વડાપ્રધાન પદની રેસમાં વર્તમાન વિદેશમંત્રી જેરેમી હંટને હરાવયા છે. જોનસનને બ્રિટનની સત્તાધારી કન્ઝરવેટિવ પાર્ટીમાં નેતા પદ માટે થયેલી ચૂંટણી 87.4%  વોટ મળ્યા હતા. બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેનું સ્થાન લેવા માટે કુલ 12 ઉમેદવાર મેદાનમાં હતા. બ્રિટનના વડાપ્રધાન પદ અને સત્તાધારી કન્ઝરવેટિવ પાર્ટીના નેતા પદ માટેની ચૂંટણી પ્રક્રિયા સોમવારે પુરી થઈ હતી. 

વોટિંગમાં જોનસન સૌથી આગળ
કન્ઝર્વેટિવ પાર્ટીમાં 1.60 લાખ કાર્યકર્તાઓનું બેલેટ પેપર દ્વારા મતદાન યોજવામાં આવ્યું હતું. મતદાનમાં જોનસન સૌથી આગળ રહ્યા હતા. બ્રિટનના બંધારણ અનુસાર, ગૃહમાં બહુમત ધરાવતી પાર્ટીના નેતા જ વડાપ્રધાન બને છે. બોરિસ જોનસન એક સમય લંડનના મેયર પણ રહી ચૂક્યા છે. 

જોનસ બ્રેક્ઝિટના છે સમર્થ
બ્રિટનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન બોરિસ જોનસન બ્રેક્ઝિટના સમર્થક છે અને તેઓ બ્રિટનને યુરોપિયન સંઘમાંથી કોઈ પણ કરાર વગર છૂટું પાડવા માગે છે. કન્ઝર્વેટિવ પાર્ટીના વફાદારમાં તેમને સારું સમર્થન મળ્યું છે. એવું કહેવાય છે કે, વડાપ્રધાન તરીકેનો દેખાવ મેળવવા માટે જોનસને પોતાનું વજન પણ ઘટાડ્યું હતું અને વિખેરાયેલા સોનેરી વાળને ઓળવાનું પણ શરૂ કર્યું હતું. 

'કેન ડૂ' સૂત્ર પર કામ કરશે જોનસન 
વડાપ્રધાન પદે ચૂંટાયા પછી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરતા તેમણે જણાવ્યું કે, "હું જાણું છું કે આજે ઘણા લોકોને તમારા નિર્ણય બાબતે શંકા ઉપજશે અને કેટલાક લોકો એવું વિચારતા હશે કે તેમણે શું કર્યું છે. હું આપને કહેવા માગું છું કે, જ્ઞાન-વિશેષજ્ઞતા પર કોઈ પાર્ટી, કોઈ વ્યક્તિનો અધિકાર નથી. તમે આપણી પાર્ટીનો 200 વર્ષનો ઈતિહાસ જોશો તો કન્ઝર્વેટિવ્સે હંમેશાં માનવની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. મને ચૂંટવા બદલ તમારો આભાર. હવે આપણે 'કેન ડૂ' સ્પિરીટ સાથે કામ કરીશું."

બ્રેક્ઝીટ છે સૌથી મોટો પડકાર
બોરિસ જોનસને અગાઉ થેરેસા મેના બ્રેક્ઝીટ પ્લાનનો વિરોધ કરતાં વિદેશ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. હવે, 31 ઓક્ટોબરના રોજ યુરોપિય સંઘમાંથી બ્રિટનના છૂટું પડવાની અંતિમ તારીખ છે. આથી, તેમણે યુરોપિય સંઘ સાથે બ્રેક્ઝીટના મુદ્દે નવેસરથી ચર્ચા શરૂ કરવી પડશે અને આ સૌથી મોટો પડકાર વિના વિઘ્ને પાર પાડવાનો રહેશે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news