કર્ણાટકઃ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારનું પતન, કુમારસ્વામી બહુમત ન મેળવી શક્યા
વિશ્વાસ મત પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસને 99 જ્યારે ભાજપને 105 વોટ મળ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ-જેડીએસ સરકાર ગૃહમાં બહુમતિ સાબિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. બેંગલુરુમાં સાંજે 6 વાગ્યાથી આગામી 48 કલાક માટે ધારા-144 લાગુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી કુમારસ્વામીએ વિશ્વાસ પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન ગઠબંધન સરકાર તુટી પડવાના સંકેત આપ્યા છે. બીજી તરફ કોંગ્રેસના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું છે કે, બળવાખોર ધારાસબ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે. બળવાખોર ધારાસભ્યોની 'રાજકીય સમાધી' બનાવવામાં આવશે
Trending Photos
બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભામાં વર્તમાન મુખ્યમંત્રી કુમારસ્વામીના ભાષણ પછી વિશ્વાસ મત માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કર્ણાટક વિધાનસભાના તમામ દરવાજા બંધ કરી દેવાયા છે. આ અગાઉ વિસ્વાસ મત પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પોતાના ભાષણમાં કુમારસ્વામીએ જણાવ્યું કે, "હું વિશ્વાસ મત પ્રસ્તાવ પર મતદાન માટે તૈયાર છું."
વિશ્વાસ મત દરમિયાન કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને 99 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપને 105 મળ્યા હતા. આ સાથે જ સરકાર લઘુમતિમાં આવી જતાં પડી ગઈ છે. કોંગ્રેસ-જેડીએસ સરકારને બીએસપી દ્વારા સમર્થનનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ જેડીએસના ધારાસભ્ય વિશ્વાસ મત પર મતદાનની પ્રક્રિયા દરમિયાન ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. વિશ્વાસ મત હારી ગયા પછી કુમારસ્વામીએ રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું હતું. રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજીનામું સ્વીકારી લીધું છે.
વિધાનસભામાં વર્તમાન સ્થિતી
કોંગ્રેસ-જેડીએસઃ 100
ભાજપઃ 105
અપક્ષઃ 02
બીએસપીઃ 01
બળવાખોરઃ 15
કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારના પતનની સાથે જ રાજ્યમાં છેલ્લા 23 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો હતો. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારમાં 15 ધારાસભ્યોએ બળવો પોકાર્યો હતો અને તેમણે પોતાનું રાજીનામું સ્પીકરને સોંપી દીધું હતું. ત્યાર પછી આ રાજકીય ખેંચતાણ છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી અને અંતે મંગળવારે યોજાયેલા વિશ્વાસ મત પ્રક્રિયામાં આ સરકારનું પતન થયું છે.
કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર 23 મે, 2018ના રોજ રચાઈ હતી. 14 મહિના સુધી સત્તામાં રહેવા દરમિયાન આ સરકારમાં અનેક વિવાદો ઊભા થયા હતા અને આખરે સરકારનું પતન થયું હતું.
કર્ણાટક વિધાનસભામાં હવે ભારતીય જનતા પાર્ટી બહુમતમાં આવી ગઈ છે. ભાજપની પાસે 105 સભ્યો છે. વિધાનસભામાં વિશ્વાસ મતનું સ્પીકર દ્વારા પરિણામ જાહેર કરાયા પછી ભાજપના સભ્યો ખુશ થઈ ગયા હતા. ભાજપના ધારાસભ્યો તેમના નેતા બી.એસ. યેદીયુરપ્પા પાસે દોડી આવ્યા હતા અને બધા સભ્યોએ વિક્ટરીની સાઈન દર્શાવી હતી.
કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન શરૂ થાય તે પહેલાં જ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. બેંગલુરુમાં સાંજે 6 વાગ્યાથી આગામી 48 કલાક માટે ધારા-144 લાગુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી કુમારસ્વામીએ વિશ્વાસ પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન ગઠબંધન સરકાર તુટી પડવાના સંકેત આપ્યા છે. તેમણે રાજ્યની જનતાની માફી માગી છે, સ્પીકરની પણ માફી માગી છે. તેમણે કહ્યું કે, તેઓ એક્સિડન્ટલ મુખ્યમંત્રી છે અને હંમેશાં રાજનીતિથી દૂર રહેવા માગતા હતા.
કર્ણાટકની વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચા સાંજે 4.00 કલાક સુધી પણ પુરી થઈ ન હતી. કોંગ્રેસના નેતાઓએ સોમવારે વચન આપ્યું હતું કે, મંગળવારે સાંજે 4.00 કલાક સુધીમાં ચર્ચા પુરી થઈ જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધી ચર્ચા પુરી થઈ નથી અને કોંગ્રેસના ધારાસભ્યો વધુ સમયની માગણી કરી રહ્યા છે. હજુ, મુખ્યમંત્રી કુમારસ્વામીએ પણ પોતાનું ભાષણ આપવાનું બાકી છે.
આ અગાઉ, બળવાખોર ધારાસભ્યોના વકીલે સ્પીકર કે.આર. રમેશકુમારની મુલાકાત કરી હતી. વકીલે સ્પીકરને બળવાખોર ધારાસભ્યોને મુલાકાત માટે 4 અઠવાડિયાનો સમય આપવાની માગ કરી છે. જેની સામે કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળે પણ સ્પીકરની મુલાકાત કરી હતી અને બળવાખોર ધારાસભ્યો પર તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
બળવાખોર ધારાસભ્યો ગેરલાયક જાહેર કરાશેઃ સિદ્ધારમૈયા
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો છે કે, કરોડો રૂપિયા આપીને ધારાસભ્યોને ખરીદવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવામાં આવશે. તેમણે સવાલ ઊભો કરતા કહ્યું કે, 25 કરોડ, 30 કરોડ, 50 કરોડ... આટલા રૂપિયા ક્યાંથી આવી રહ્યા છે? બળવાખોર ધારાસભ્યોની 'રાજકીય સમાધી' બનાવવામાં આવશે. વર્ષ 2013થી પક્ષપલટો કનારા પરાજિત થતા આવ્યા છે. આ વખતે રાજીનામું આપનારા લોકોની પણ આવી જ હાલત થવાની છે.
Siddaramaiah: This wholesale trade is a problem. If there is retail trade of one or two members then it's not a problem. The MLAs(rebel) who have gone have indulged in wholesale trade. https://t.co/sg8rSRxArU
— ANI (@ANI) July 23, 2019
સિદ્ધારમૈયાએ વધુ આરોપ લગાવતા કહ્યું કે, હોલસેલ વેપાર એક સમસ્યા છે. જો એક-બે સભ્યોનો રીટેલ વેપાર થાય તો કોઈ વાંધો નથી. જે ધારાસભ્યો(બળવાખોરો) ગયા છે,તેઓ હોલસેલ વેપારમાં સામેલ હતા. સમાચાર એજન્સી IANSના અનુસાર કર્ણાટક વિધાનસભામાંથી રાજીનામું આપનારા કોંગ્રેસના 14 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે વિચારણા ચાલી રહી છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે