Second World War Explosive: પ્રાઈવેટ પાર્ટમાં ફસાયો બોમ્બ, હોસ્પિટલમાં બોમ્બ સ્કવોડને બોલાવવી પડી
બ્રિટનમાં રહેતા એક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટ (Private Part) માં બોમ્બ (Explosive) ફસાઈ ગયો. જ્યારે તે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો તો ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ ડરના કારણે ઉતાવળમાં બોમ્બને ડિફ્યુઝ કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી હતી.
Trending Photos
નવી દિલ્હી: બ્રિટનમાં રહેતા એક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટ (Private Part) માં બોમ્બ (Explosive) ફસાઈ ગયો. જ્યારે તે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો તો ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ ડરના કારણે ઉતાવળમાં બોમ્બને ડિફ્યુઝ કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી હતી. આવો જાણીએ સમગ્ર મામલા વિશે.. વાસ્તવમાં વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાંથી બહાર કાઢવામાં આવેલો બોમ્બ વર્લ્ડ વોર-2 (બીજા વિશ્વયુદ્ધ)નો જણાવવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિ વિશ્વ યુદ્ધ-2 યુગના ટેન્ક શેલ પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં ટાંકીના શેલનો પોઈન્ટેડ છેડો તેના પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈ ગયો હતો.
આ વ્યક્તિને તેને તાત્કાલિક ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ પ્રાઈવેટ પાર્ટમાં બોમ્બ ફસાયેલો જોઈને ગ્લુસેસ્ટરશાયર રોયલ હોસ્પિટલ (Gloucestershire Royal Hospital)ના ડોક્ટરોએ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવી હતી. જો કે તે પહેલા બોમ્બને બહાર કાઢીને વ્યક્તિની સારવાર શરૂ કરવામાં આવી હતી. એવું જાણવા મળી રહ્યું છે કે બોમ્બ નિષ્ક્રિય હતો અને તેના વિસ્ફોટનો કોઈ ભય નહોતો.
કેવી રીતે પ્રાઈવેટ પાર્ટમાં બોમ્બ ફસાયો?
અહેવાલો અનુસાર, આ વ્યક્તિ બ્રિટિશ આર્મીનો ભૂતપૂર્વ સભ્ય હતો. તેને જૂના જમાનાના હથિયારો એકત્ર કરવાનો શોખ છે. વિશ્વ યુદ્ધ-2ના સમયનો આ એન્ટિક શેલ પણ તેમના શસ્ત્રાગારમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ આગલા દિવસે સફાઈ દરમિયાન માણસનો પગ લપસી જતાં તે સીધો ટેન્કના તે ગોળા ઉપર જ પડ્યો હતો. જેના કારણે ગોળાનો પોઈન્ટેડ છેડો તેના પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈ ગયો.
ત્યારબાદ દર્દથી ચીસો પાડતા માણસને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ સાવચેતીના પગલા તરીકે બોમ્બ વિરોધી ટુકડીને બોલાવી. હાલ સારવાર બાદ વ્યક્તિની હાલત ઠીક છે, તેને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે.
હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓએ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું હતું અને બોમ્બ વિરોધી ટુકડીને બોલાવી હતી. જો કે, આ કેસને કારણે હોસ્પિટલ સ્ટાફ, દર્દીઓ કે તેમની સાથેના લોકોને કોઈ ખતરો નહોતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે