સઉદી: ઑઇલ પ્લાંટ પર એટેકની અસર, ક્રુડની કિંમતમાં 28 વર્ષ બાદ મોટો ભડકો
સઉદી અરબની કંપની અરામકોએ વિશ્વની સૌથી મોટી કાચા તેલ પ્રસંસ્કર કારખાના પર ડ્રોન હુમલા બાદ તેલના ભાવોમાં 1991 બાદથી અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે. અરામકોએ યમન વિદ્રોહીઓનાં ડ્રોન હુમલા બાદથી બે સંયંત્રોને અસ્થાયી રીતે અટકાવી દીધા છે અને તેના કારણે વૈશ્વિક કાચા તેલનું 5% ઉત્પાદન પ્રભાવિત થયું છે. ડ્રોન હુમલા માટે અમેરિકી અધિકારીઓએ ઇરાનને દોષીત ઠેરવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જવાબી કાર્યવાહી માટે વોશિંગ્ટનનને તૈયાર રહેવા જણાવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી : સઉદી અરબની કંપની અરામકોએ વિશ્વની સૌથી મોટી કાચા તેલ પ્રસંસ્કર કારખાના પર ડ્રોન હુમલા બાદ તેલના ભાવોમાં 1991 બાદથી અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે. અરામકોએ યમન વિદ્રોહીઓનાં ડ્રોન હુમલા બાદથી બે સંયંત્રોને અસ્થાયી રીતે અટકાવી દીધા છે અને તેના કારણે વૈશ્વિક કાચા તેલનું 5% ઉત્પાદન પ્રભાવિત થયું છે. ડ્રોન હુમલા માટે અમેરિકી અધિકારીઓએ ઇરાનને દોષીત ઠેરવ્યું છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જવાબી કાર્યવાહી માટે વોશિંગ્ટનનને તૈયાર રહેવા જણાવ્યું છે.
પાકિસ્તાનની સ્થિતી દુખે પેટ અને કુટે માથુ જેવી, અફઘાનિસ્તાન સાથે માથાકુટ ચાલુ કરી
હૂથી વિદ્રોહી સંગઠનોએ શનિવારે સાઉદી અરબની તેલ કંપની અરામકો અબકૈક અને ખુરાઇસમાં આવેલા તેલ કુવાઓ પર ડ્રોન એટેક કર્યા હતા. ત્યાર બાદથી સાઉદી અરબની તેલ કંપનીઓનું ઉત્પાદન લગભગ અડધુ કરી દીધું છે. સાઉદી તેલ કંપની અરામકોએ કહ્યું કે, હવે બે દિવસ સુધી ઉત્પાદન ઓછું રખાશે જેથી તેલ કુવાઓનું રિપેરિંગ કરી શકાય. જેના પર હુમલો થયો છે.
9 નવેમ્બરથી ભારતીય શ્રદ્ધાળુઓ માટે ખુલસે કરતારપુર કોરિડોર
જો કે આ હુમલામાં ઇરાનનો હાથ હોવાનો ઇરાને સ્પષ્ટ ઇન્કાર કર્યો છે અને કહ્યું કે, તેઓ યુદ્ધ માટે સંપુર્ણ તૈયાર છે. સમાચાર એજન્સી રોયટર્સના અનુસાર અરામકો કંપનીના સુત્રોએ જણાવ્યું કે, તેલ ઉત્પાદન સામાન્ય થવામાં મહિનાઓ લાગી શકે છે. આ અગાઉના નિવેદનમાં કહેવાયું છે કે થોડા અઠવાડીયામાં જ તેલના સંયંત્રોનું સમારકામ કરી દેવામાં આવશે.
પ્રાઈવેટ કાર માલિક પણ હવે કરી શકશે કાર પૂલિંગ, સરકારે નક્કી કરી ગાઈડલાઈન્સ
અરામકોએ બે ક્રુડઓઇલ યંત્રો પર થયેલા હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે આ તેલની કિંમતોમાં 19.5 ટકાનો ઉછાળો દેખાયો હતો. ખાડી યુદ્ધ એટલે કે 1991 બાદ આ ક્રુડ ઓઇલમાં આવેલો આ બીજો સૌથી મોટો ઉછાળો કહેવાઇ રહ્યો છે. જો કે ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા પાસે હાલ ઇમરજન્સી સપ્લાય માટે અમેરિકા પાસે સ્ટૉક પડેલો છે. જેથી કિંમતમાં સામાન્ય ઘટાડો થયો છે.
બાબરી મસ્જિદ એક્શન કમિટી સંયોજકનું મોટું નિવેદન, અયોધ્યા મામલે કોઇ વાતચીત મંજૂર નથી...
અમેરિકાએ સેટેલાઇટ તસ્વીરો દ્વારા દાવો કર્યો કે સઉદી અરબના મુખ્ય તેલ સ્થળો પર હુમલા પાછળ ઇરાનનો હાથ છે. શનિવારે સાઉદી અરબના તેલ સ્થળો પર હવાઇ હુમલામાં પોતાની સંડોવણીનો ઇરાને સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. આ હુમલા માટે યમન અને ઇરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓને જવાબદાર માનવામાં આવી રહ્યા હતા. આ હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ક્રુડ ઓઇલમાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે