PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, વહેલી સવારે લેશે હિરાબાના આશીર્વાદ
વડાપ્રઘાન નરેન્દ્ર મોદીનું સોમવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયુ હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત, મોટાભાગના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી તેઓ રાત્રી રોકાણ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે કરશે. આવતીકાલ 17 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે માતા હીરાબાના આશીર્વાદ લેવા જશે. ત્યાર બાદ કેવડિયામાં નર્મદા નીરના વધામણા કરશે.
Trending Photos
અમદાવાદ: વડાપ્રઘાન નરેન્દ્ર મોદીનું સોમવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયુ હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત, મોટાભાગના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી તેઓ રાત્રી રોકાણ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે કરશે. આવતીકાલ 17 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે માતા હીરાબાના આશીર્વાદ લેવા જશે. ત્યાર બાદ કેવડિયામાં નર્મદા નીરના વધામણા કરશે.
‘નમામિ દેવી નર્મદે’ મહોત્સવનું આયોજન
ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટી 138 મીટરથી વધુ ભરાઇ ગયો છે. જેને લઇને ‘નમામિ દેવી નર્મદે’ ઉત્સવમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે કેવડિયા ખાતે ઉપસ્થિત રહીને નમામિ દેવી નર્મદે મહોત્સવમાં સહભાગી બનીને નર્મદાના નીરના વધામણાં કરશે.
આવતીકાલે ડેમ પાસે સભાને સંબોધશે
વહેલી સવારે માતા હીરાબાના આર્શીવાદ લીધા બાદ સવારે 8 વાગ્યે પીએમ મોદી કેવડિયા પહોંચશે. જ્યાં તેઓ સરદાર સરોવર ડેમ જઈને નર્મદા મૈયાના વધામણાં કરશે. પીએમ મોદીના કાર્યક્રમને લઈને કેવડીયામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદી એક જાહેર સભાને સંબોધન કરવાના છે. ત્યારે નર્મદા ડેમની સામે જ સભાનું આયોજન કરાયું છે. પીએમના આગમન પહેલા સમગ્ર ડેમ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે.
પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસનો કાર્યક્રમ
- સવારે 6 વાગે લેશે માતા હીરાબાના આર્શિવાદ.
- 6.35ના સમયે હેલિપેડથી હેલકોપ્ટરમાં કેવડિયા કોલોની જવા રવાના થશે.
- 7.45ના સમયે કેવડિયા કોલોની પહોંચશે.
- 8-9.30ના સમયે વિવિધ પ્રોજેક્ટનું નિરિક્ષણ કરશે.
- 9.30થી 10ના સમયે નર્મદાનું પૂજન કરશે
- 10થી 11માં દત્ત મંદિર, ચિલ્ડ્રન અને ન્યુટ્રિશન પાર્કની લેશે મુલાકાત
- 11થી 12 જાહેરસભા સંબોધશે.
- 1.15ના સમયે ગાંધીનગર પહોંચશે.
- 2.30 રાજભવનમાં રોકાણ કરશે.
- 2.30 દિલ્હી જવા રવાના થશે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે