શેખ હસીનાના તખ્તાપલટ પાછળ અમેરિકાનો હાથ? બાંગ્લાદેશને તોડીને ખ્રિસ્તી દેશ બનાવવાનું ષડયંત્ર

ઈઝરાયેલ-હમાસ, રશિયા-યુક્રેન, ભારત-પાકિસ્તાન, ચીન-તાઈવાન, અઝરબૈજાન-આર્મેનિયા જેવા દરેક મામલે અમેરિકાની કોઈને કોઈ રીતે ભૂમિકા સામે આવતી હોય છે. હવે બાંગ્લાદેશમાં પણ જે રીતે શેખ હસીનાને તત્કાળ દેશ છોડીને ભાગવાનો વારો આવ્યો તેમાં પણ અમેરિકાનો કોઈ ખતરનાક પ્લાન હોવાનું કહેવાય છે. 

શેખ હસીનાના તખ્તાપલટ પાછળ અમેરિકાનો હાથ? બાંગ્લાદેશને તોડીને ખ્રિસ્તી દેશ બનાવવાનું ષડયંત્ર

આખી દુનિયામાં જ્યારે કોઈ પણ ઘટના ઘટે કે મામલો સામે આવે ત્યારે અમેરિકાનું નામ ન આવે તેવું ભાગ્યે જ બનતું હશે. બાંગ્લાદેશમાં પણ જે રીતે તખ્તાપલટ થયો તેમાં પણ અમેરિકાનું નામ સામે આવી રહ્યું છે. ઈઝરાયેલ-હમાસ, રશિયા-યુક્રેન, ભારત-પાકિસ્તાન, ચીન-તાઈવાન, અઝરબૈજાન-આર્મેનિયા જેવા દરેક મામલે અમેરિકાની કોઈને કોઈ રીતે ભૂમિકા સામે આવતી હોય છે. હવે બાંગ્લાદેશમાં પણ જે રીતે શેખ હસીનાને તત્કાળ દેશ છોડીને ભાગવાનો વારો આવ્યો તેમાં પણ અમેરિકાનો કોઈ ખતરનાક પ્લાન હોવાનું કહેવાય છે. 

અમેરિકાનું ષડયંત્ર?
સમગ્ર દુનિયામાં પોતાના વર્ચસ્વની લડાઈ લડી રહેલું અમેરિકા હંમેશા એ તાકમાં રહે છે કે કોઈને કોઈ રીતે ક્યાંય પણ તેનો કબજો થાય, તેની તાકાત વધે, સમગ્ર દુનિયામાં તેના નામનો ડંકો વાગે, એટલે જ તો અમેરિકા બાંગ્લાદેશને તોડવા માંગતુ હતું, આવું અમારું કહેવું નથી પરંતુ બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ પોતાના એક નિવેદનથી સમગ્ર દેશ દુનિયાને ચોંકાવી હતી. બાંગ્લાદેશના તે વખતના પીએમ શેખ હસીનાનું કહેવું હતું કે અમરિકા અમને તોડવાની કોશિશ કરી રહ્યું છે. શેખ હસીનાએ કહ્યું કે  બાંગ્લાદેશમાં સૈન્ય અડ્ડા માટે બેચેન અમેરિકા  બાંગ્લાદેશ અને મ્યાંમારથી નવો દેશ બનાવવાનું ષડયંત્ર ઘડી રહ્યું છે. 

એરબેઝ બનાવવા દો?
આ વર્ષ 2024ના મે મહિનામાં બાંગ્લાદેશના તત્કાલિન પીએમ શેખ હસીનાએ કહ્યું હતું કે જો મે એક ખાસ દેશને બાંગ્લાદેશમાં એરબેઝ બનાવવાની મંજૂરી આપી હોત તો મને કોઈ સમસ્યા ન થાત. તેમણે કહ્યું કે આ પ્રસ્તાવ એક 'વ્હાઈટ મેન' તરફથી આવ્યો હતો. પરંતુ તેણે કોઈ દેશનું નામ જણાવ્યું નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે એવું લાગી શકે કે આ ફક્ત એક દેશ માટે છે, પરંતુ એવું નથી. મને ખબર છે કે તેઓ બીજે ક્યાં જવાનો ઈરાદો ધરાવે છે. 

અમેરિકાની શું ઈચ્છા?
હવે મોટો સવાલ એ છે કે આખરે અમેરિકા બાંગ્લાદેશને કેમ  તોડવા માંગે છે, એરબેઝ કેમ બનાવવા માંગે છે તો અમેરિકાની ઈચ્છા એકદમ સ્પષ્ટ છે. એશિયામાં દાદાગીરી જમાવવા માટે અમેરિકાને એક જગ્યા જોઈએ અને જેનાથી તે ચીન હિન્દ મહાસાગર અને ભારત સહિત અનેક દેશોમાં હસ્તક્ષેપ કરી શકે. દુનિયાના લગભગ 80 દેશોમાં અમેરિકાના 175થી વધુ બેઝ બનેલા છે. અહીં અમેરિકી સેના હાજર છે. દુનિયાભરમાં અમેરિકાના 2 લાખથી વધુ સૈનિકો તૈનાત છે. અમેરિકા દુનિયા પર કંટ્રોલ કરવા માટે એક વિશેષ ક્ષેત્રમાં પોતાનો બેઝ બનાવીને છોડે છે. પરંતુ મ્યાંમાર, ભૂટાન, નેપાળ, બાંગ્લાદેશ કે ભારતમાં અમેરિકાના બેઝ નથી. આ સમગ્ર વિસ્તારને સંવેદનશીલ માનવામાં આવે છે. 

ઈસાઈ દેશ બનાવવાની યોજના?
બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ કહ્યું હતું કે પૂર્વી તિમોરની જેમ તેઓ બાંગ્લાદેશ (ચટગાંવ) અને મ્યાંમારના કેટલાક ભાગોને લઈને એક ઈસાઈ દેશ બનાવશે અને બંગાળની ખાડીમાં એક બેઝ બનાવશે. હસીનાએ કહ્યું કે અનેક લોકોની નજર આ જગ્યા પર છે. જો કે શેખ હસીનાએ કોઈ પણ દબાણ આગળ ન ઝૂકવાની કસમ ખાધી હતી. શેખ હસીનાએ કહ્યું કે અમેરિકા અને બ્રિટન સહિત પશ્ચિમી દેશો એક ખ્રિસ્તી બહુમતીવાળો દેશ બનાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેને બનાવવા માટે બાંગ્લાદેશ, મ્યાંમાર અને કેટલાક ભાગો ભારતના પણ સામેલ કરીને તેને બનાવવામાં આવશે. તેને બનાવવા માટે ઈસ્ટ તિમોરનું મોડલ કોપી કરાશે. બાંગ્લાદેશના પીએમનું કહેવું છે કે અમેરિકા કુકી ચિન, યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ સાથે મળીને કઈક એવું પ્લાનિંગ કરે છે. 

બાંગ્લાદેશના આ ટાપુ પર નજર
અમેરિકાની નજર ઘણા વર્ષોથી બંગાળની ખાડી પર રહેલા એક નાનકડા ટાપુ સેન્ટ માર્ટિન પર છે. જે બાંગ્લાદેશનો સૌથી દક્ષિણી  ભાગનો હિસ્સો છે. ફક્ત 3 કિમી ક્ષેત્રફળવાળો આ ટાપુ કોક્સ બજાર-ટેકનોપ પ્રાયદ્વીપથી લગભગ 9 કિમી દક્ષિણમાં આવેલો છે. અમેરિકા લાંબા સમયથી સેન્ટ માર્ટિન ટાપુ પર નેવીનો બેઝ બનાવવાની માંગણી કરે છે. શેખ હસીનાએ કહ્યું કે અમેરિકા અને બ્રિટન સહિત  પશ્ચિમી દેશો એક ખ્રિસ્તી બહુમતીવાળો દેશ બનાવવાનું ષડયંત્ર રચે છે. તેને બનાવવા માટે બાંગ્લાદેશ, મ્યાંમાર અને કેટલાક ભાગો ભારતના પણ સામેલ કરીને તેને બનાવવામાં આવશે.

અમેરિકાએ રદ કર્યા વિઝા
બાંગ્લાદેશ હિંસાની આગમાં એવું હોમાયું કે ત્યાના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પદ છોડી ભાગવા પર મજબૂર થવું પડ્યું. ત્યારબાદ ત્યાં સેનાએ કમાન સંભાળી. શેખ હસીનાની સત્તા જે રીતે ગઈ ત્યારબાદ એ ચર્ચા તેજ થઈ છે કે શેખ હસીના જો અમેરિકાનું કહેવું માની લેત તો તેની સત્તા જળવાઈ રહી હોત. આ બધા વચ્ચે શેખ  હસીનાને અમેરિકાએ મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ શેખ હસીનાના વિઝા રદ કર્યા છે. જેનો અર્થ એ થયો કે શેખ હસીના હવે ત્યાં શરણ લઈ શકે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news