પાકિસ્તાનમાં ધડાકા થયા પણ ઈજાગ્રસ્ત થયું ચીન, શરીફ નહીં જિનપિંગને લાગ્યો ઝટકો

ચીનમાં બેઠેલા શી જિનપિંગને મોટો ઝટકો લાગ્યો છે. હુમલો પાકિસ્તાનની ધરતી પર થયો, પરંતુ ઘાયલ ચીન થયું છે. આવું એટલા માટે કહીએ છીએ કારણ કે બલુચિસ્તાનમાં જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટ સીપેક યોજના પર સંકટ આવી ગયું છે.

પાકિસ્તાનમાં ધડાકા થયા પણ ઈજાગ્રસ્ત થયું ચીન, શરીફ નહીં જિનપિંગને લાગ્યો ઝટકો

ચીનમાં બેઠેલા શી જિનપિંગને મોટો ઝટકો લાગ્યો છે. હુમલો પાકિસ્તાનની ધરતી પર થયો, પરંતુ ઘાયલ ચીન થયું છે. આવું એટલા માટે કહીએ છીએ કારણ કે બલુચિસ્તાનમાં જિનપિંગના ડ્રીમ પ્રોજેક્ટ સીપેક યોજના પર સંકટ આવી ગયું છે. બલુચ આર્મીએ આ વખતે ગ્વાદર પોર્ટ પર મોટો હુમલો કર્યો છે. જેના કારણે શાહબાઝ શરીફ જ નહીં પરંતુ જિનપિંગનું પણ બ્લડપ્રેશર હાઈ થઈ ગયું છે. 

આ હુમલો એટલો મોટો હતો કે, ભારતને કંઈ પણ કર્યા વિના મોટી સફળતા હાથ લાગી છે. આ હુમલામાં ચીનની આબરું, રૂપિયા અને રણનીતિ તમામ ધ્વસ્ત થઈ ગઈ છે. હકીકતમાં બચુચિસ્તાન લિબરેશન આર્મીએ ચીનની સીપેક પરિયોજનાની લાઈફલાઈન કહેવાતા ગ્વાદર પોર્ટ પર હુમલો કરી દીધો છે. પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્ષ ભારે ગોળીબાર અને વિસ્ફોટના અવાજથી ધ્રુજી ઉઠ્યું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે બલુચ વિદ્રોહીઓએ હુમલાની જવાબદારી લેતા કહ્યું કે, તેમણે ISIની કચેરીઓને પણ નિશાન બનાવ્યા છે.

તમને જણાવી દઈએ કે, ગ્વાદર પોર્ટ પર હુમલો એટલે સીધેસીધો ચીન પર હુમલો કહેવાય. ગ્વાદર પોર્ટ ભલે પાકિસ્તાનમાં હોય, પરંતુ અહીં ચીનનો કબ્જો છે. ગ્વાદર ચીન માટે કેટલું કિંમતી છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે, ગ્વાદર પોર્ટની લોકેશન જોઈને જ ચીને અરબો રૂપિયાની સીપેક પરિયોજના શરૂ કરી હતી. મહત્વનું છે કે, સીપેક યોજના ચીનના કાશગરથી શરૂ થઈને પાકિસ્તાનના ગ્વાદર સુધી આવે છે. પરંતુ આ ગ્વાદર પોર્ટ પર પહેલીવાર બલુચ વિદ્રોહીઓએ મોટો હુમલો કર્યો છે. 

એટલું સમજી લો કે ગ્વાદર છે તો જ સીપેક પરિયોજના છે. ગ્વાદર ખતમ તો સીપેક પણ ખતમ થઈ જશે. અહીં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, ગ્વાદર પોર્ટ પર હુમલો ભારત માટે વરદાન સાબિત થયો છે.. અરબ સાગરમાં પણ ભારત અને ચીન વચ્ચે એક રણનીતિક જંગ ચાલી રહી છે. આ જંગને જીતવા માટે ચીને ગ્વાદર પોર્ટ પર કબ્જો કરી લીધો છે  તો ભારતે પલટવાર કરતા ગ્વાદરથી 72 કિલોમીટર દૂર ઈરાનમાં ચાબાહાર પોર્ટ બનાવી દીધું. પરંતુ આ રણનીતિક જંગમાં ભારતને મોટી જીત હાંસલ થઈ છે. કારણ કે ભારતે તો ચાબાહાર પોર્ટનું કામ પણ પૂર્ણ કરી દીધું અને તેનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. ભારત હવે પાકિસ્તાનને બાયપાસ કરતા ચાાબાહાર પોર્ટનો ઉપયોગ ઈરાન અને અફઘાનિસ્તાન સાથે વ્યાપાર માટે કરે છે. જોકે ચીન આજે પણ ગ્વાદર પોર્ટમાં બલુચ લડવૈયાઓનો માર ખાઈ રહ્યું છે. 

એક જાણકારી પ્રમાણે સીપેક યોજનાનો મોટો ભાગ બલુચિસ્તાનથી પસાર થાય છે. ગ્વાદર પોર્ટ પણ બલુચિસ્તાનમાં જ છે. એટલે કે, જે ગ્વાદર પોર્ટમાં બેસશે તે અરબ સાગરના માધ્યમે મોટા શીપ રૂટ પર રાજ કરશે. આ લાલચ જ ચીનને ગ્વાદર પોર્ટ સુધી ખેંચી લાવ્યું.. પરંતુ ચીનને આ લાલચ હવે મોંઘી પડી રહી છે. બલુચ વિદ્રોહીઓએ ગ્વાદર સહિત સમગ્ર બલુચિસ્તાનથી પસાર થતી સીપેક યોજના પર હુમલો શરૂ કરી દીધો છે. જેના કારણે ચીનની કંપનીઓ કામ છોડીને ભાગી રહી છે. કેટલાય ચીની કારીગરો હથિયાર લઈને કામ પર જાય છે. બલુચ લડવૈયાઓએ ચીનના અરબો રૂપિયા અને તેમની આબરુની ધજાગરા ઉડાવી દીધા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news