ખેડૂત મિત્રો યાદ રાખજો! ગુજરાતના બે મોટા માર્કેટ યાર્ડ 8-9 દિવસ બંધ રહેશે, માલ વેચવા પહોંચી ના જતા!
આગામી ધાર્મિક તહેવારો તેમજ માર્ચ એન્ડિંગને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ 8 દિવસ કામકાજ બંધ રહેશે. જ્યારે એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ પણ આગામી 9 દિવસ બંધ રહેશે.
Trending Photos
ઝી બ્યુરો/જેતપુર: સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈને મોખરે સ્થાન ધરાવે છે. ત્યારે આગામી ધાર્મિક તહેવારો તેમજ માર્ચ એન્ડિંગને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ 8 દિવસ કામકાજ બંધ રહેશે. જ્યારે એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ પણ આગામી 9 દિવસ બંધ રહેશે.
યાર્ડના વાર્ષિક હિસાબને લઈને યાર્ડ બંધ રહેશે
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આગામી રવિવાર અને સોમવારના હોળી - ધુળેટીના પર્વને લઈને તેમજ 26 થી 31 માર્ચ સુધી યાર્ડના વાર્ષિક હિસાબ કિતાબ તેમજ અન્ય કામકાજને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવક તેમજ હરાજીને લગતા તમામ કામકાજ બંધ રહેશે.
1/4/24ને સોમવારથી યાર્ડનું કામકાજ શરૂ થશે
માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે. ત્યારે પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ હોળી-ધુળેટીનો પર્વ તેમજ માર્ચ એન્ડિંગને લઈને જાહેર હરાજી સહિત યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. માત્ર હોળી - ધુળેટીના તહેવાર બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડની ઓફીસનું કામકાજ ચાલુ રહેશે.
સૌરાષ્ટ્રભરમાંથી આવતા ખેડૂતો, વેપારીઓ, વાહન માલિકો 24 માર્ચને રવિવારથી 31 માર્ચ રવિવાર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની આવકો તેમજ હરાજીને લાગતા તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યા છે. જેની દરેકે નોંધ લેવી. તેમજ યાર્ડ ના સત્તાધીશો દ્વારા આવકને લઈને કોઈ જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી તમામ પ્રકારની જણસીની આવક બંધ કરવામાં આવે છે.
ઊંઝા યાર્ડ 9 દિવસ બંધ રહેશે
એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ પણ આગામી 9 દિવસ બંધ રહેશે. ઊંઝા માર્કેટ યાર્ડ ૨૪ માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી બંધ રહેશે. માર્ચ મહિનાના હિસાબી કામકાજ માટે હરાજીનું કામકાજ બંધ રહેશે. 2 એપ્રિલથી રાબેતા મુજબ માર્કેટ યાર્ડ શરૂ થશે. ઊંઝા માર્કેટ યાર્ડ વેપારી એસોસિયેશન અને ઊંઝા વેપારી મંડળની માંગણીને લઈ APMC એ આ નિર્ણય લીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે