વિદેશોમાં ભારતીય મહિલાઓ પર થઈ રહ્યો છે અત્યાચાર, આ બે દેશોએ તો કરી હદ પાર!
Atrocity With Indian Working Women In UAE: વિદેશોમાં કામ કરવા જતી ભારતીય મહિલાઓની ફરિયાદોમાં રૂવાડાં ઉભી કરી દેતી જાણકારી સામે આવી છે.
Trending Photos
પુષ્પેન્દ્ર કુમાર, નવી દિલ્હી: પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા વિદેશોમાં કામ કરવા જતી મહિલા વર્કર્સને વિદેશમાં ઘણા પ્રકારના અત્યાચારોનો સામનો કરવો પડે છે. ECR અને ખાડી દેશોમાં ભારતીય દૂતાવાસ પર મહિલા વર્કર્સના શોષણની ફરિયાદ કરવામાં આવે છે. વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર ભારતીય મહિલા કર્મચારીઓ પર અત્યાચાર કરવાના મામલે સાઉદી અરબ અને યુએઈ અવ્વલ છે.
18 દેશોમાંથી આવે છે ફરિયાદ
એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ECR તેમને વિદેશોમાં મહિલા કર્મચારીઓ પરના અત્યાચારની ઘણી ફરિયાદો મળે છે. ECR એવા દેશ છે જેમાં કામ કરવા માટે જતી ભારતીય નર્સો અને ECR PASSPORT માટે થયેલા ભારતીયોને EMIGRATION ક્લિયરેન્સ લેવું જરૂરી હોય છે. વિદેશ મંત્રાલયે સાઉદી અરબ અને UAE સહિત 18 દેશોને ECR દેશ જાહેર કર્યા છે.
કેદ પણ કરવામાં આવે છે મહિલા કર્મચારીઓને
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, આ 18 દેશોમાં મહિલા વર્કર્સ તરફથી ઘણી ફરિયાદો આવે છે. ભારતીય મહિલા કર્મચારીઓની ફરિયાદ અનુસાર આ દેશમાં તેમને સેલેરી આપવામાં આવતી નથી. લેબર અધિકાર આપવામાં આવતો નથી. તેમને દેશમાં રહેવા માટે જરૂરી રેસિડેન્ટ પરમિટ રિન્યૂ કરવામાં આવતા નથી. ઓવરટાઈમ ભથ્થું આપવામાં આવતું નથી. અઠવાડિયામાં કોઈ રજા આપવામાં આવતી નથી. નક્કી કલાકોથી વધારે કલાકો સુધી કામ કરાવવામાં આવે છે. કોન્ટ્રેક્ટ પૂર્ણ થયા બાદ પણ EXIT વીઝાની પરમીશન આપવામાં આવતી નથી. મેડિકલ અને ઇન્શ્યોરન્સ જેવી જરૂરી સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. એટલું જ નહીં મેડ તરીકે કરતી મહિલાઓને કેદ કરવાની પણ ફરિયાદો સામે આવી છે.
શું છે ECR PASSPORT?
ECR એટલે કે EMIGRATION CHECK REQUIRED પાસપોર્ટ ભારતીય પાસપોર્ટની કેટેગરી છે. જો તમે 10 પાસ કર્યું નથી અથવા તમે ધોરણ 10 અથવા હાયર એજ્યુકેશનનું તમારું સર્ટિફિકેટ રજૂ કર્યું નથી તો તમારો પાસપોર્ટ ECR કેટેગરીનો બનશે. જ્યારે તમે ECR દેશમાં કામ કરવા જશો તો તમારે ઇમીગ્રેશન ચેકિંગમાંથી પસાર થવું પડશે.
સાઉદી અરબ અને UAE માં થયા છે સૌથી વધારે અત્યાચાર
વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર ECR કેટગરીના 18 દેશોમાંથી સાઉદી અરબ અને UAE બે દેશ એવા છે જ્યાં ભારતીય મહિલા વર્કર્સ પર સૌથી વધારે અત્યાચાર થાય છે. 2019 માં સાઉદી અરબમાં 78 મહિલા કર્મચારીઓએ, યુએઇમાં 55 મહિલાઓએ, મલેશિયામાં 21 મહિલાઓએ તો કુવેતમાં 20 મહિલાઓએ તેમની સાથે થતા અત્યાચારોની ફરિયાદ વિદેશ મંત્રાલયને કરી હતી. આ વર્ષે કુલ 189 મહિલા વર્કર્સે શોષણની ઘટાનાઓ વિશે વિદેશ મંત્રાલયને જણાવ્યું. 2020 માં પણ વિદેશ કામ કરવા જતી 154 મહિલા વર્કર્સે તેમની સાથે થતા અત્યાચારની આપવીતી વિદેશ મંત્રાલયને જણાવી હતી. તેમાંથી 58 ફરિયાદ માત્ર સાઉદી અરબમાં નોંધવામાં આવી હતી. બીજા નંબર પર UAE રહ્યું જ્યાં 39 મહિલા વર્કર્સે શોષણની ફરિયાદ નોંધાવી હતી.
આ દેશમાં પણ છે અત્યાચાર
33 ફરિયાદો સાથે કુવેત ત્રીજા નંબર રહ્યું. 2021 માં પણ ભારતીય મહિલા વર્કર્સનું શોષણ કરવાના કેસમાં સાઉદી અરબ પહેલા નંબર છે. વિદેશ મંત્રાલય સુધી 60 મહિલાઓએ પોતાની ફરિયાદ નોંધાવી છે. UAE અને કુવેતમાં 22 મલેશિયામાં 19 મહિલા વર્કર્સે તેમના શોષણની ફરિયાદ નોંધાવી છે. આ વર્ષે પણ અત્યાર સુધીમાં સામે આવેલા આંક્ડા અનુસાર સાઉદી અરબમાં 6 ફરિયાદી સાથે ભારતીય મહિલા વર્કર્સ પર અત્યાચાર કરવાના કેસમાં પહેલા નંબર પર છે. કુવકામાં અત્યાર સુધી 4, મલેશિયા અને UAE માં 3-3 મહિલા કર્મચારીઓના શોષણની ફરિયાદ સામે આવી છે.
આ દેશ છે કામ કરવા માટે પરફેક્ટ
જો કે, આ 18 દેશમાંથી ઇન્ડોનેશિયા, લેબનાન, લિબિયા, સૂડાન, સાઉથ સૂડાન, સીરિયા, યમન આ સાત દેશ એવા છે જ્યાં કોઈપણ ભારતીય મહિલા કર્મચારીએ 2019 થી અત્યારસુધીમાં કોઈ પણ પ્રકારના શોષણની ફરિયાદ કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે