સરકાર વિરોધી પ્રદર્શનના કારણે હોંગકોંગમાં બીજા દિવસે પણ હવાઈ સેવા ખોરવાયેલી રહી
હોંગકોંગમાં છેલ્લા કેટલાક દિવસોથી સરકાર વિરોધી પ્રદર્શન ચાલી રહ્યા છે, લોકો સરકારના પ્રત્યાર્પણ કાયદાનો વિરોધ કરી રહ્યા છે
Trending Photos
હોંગકોંગઃ હોંકકોંગમાં છેલ્લા કેટલાક દિવસથી સરકારે રજૂ કરેલા પ્રત્યાર્પણ બિલના વિરોધમાં લોકો સડક પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમાં પણ છેલ્લા 5 દિવસથી હવે પ્રદર્શનકારીઓએ એરપોર્ટને બાનમાં લીધું છે. દુનિયાના સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય હવાઈમથકમાંના એક હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રદર્શનકારીઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરતાં એરપોર્ટની લોન્જમાં આવીને બેસી ગયા છે, જેના કારણે હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે.
આ બાબતે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર બાબતોના હાઈ કમિશનર મિશેલ બેચલેટે પણ હોંગકોંગનાં સત્તાધિશોને મંગળવારે પ્રદર્શનકર્તાઓ પર કરવામાં આવી રહેલા બળપ્રયોગ બાબતે વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે, "પ્રદર્શનકારીઓ પર ટિયરગેસના સેલ છોડતા સુરક્ષા કર્મચારીઓ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. જેના કારણે અત્યંત શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. આ પ્રકારની કાર્યવાહીમાં પ્રદર્શનકારીઓના મૃત્યુનું જોખણ રહેલું છે."
હોંગકોંગના પ્રત્યાર્પણ બિલનો વિરોધ કરતા હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ વિમાનમથકમાં ઘુસી ગયા છે અને તેઓ ત્યાં એરાઈવલ હોલમાં બેસી ગયા છે. જેના કારણે હોંગકોંગ એરપોર્ટની સંચાલન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. રવિવારે પણ હોંગકોંગના અનેક જિલ્લાઓમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે કેટલીક જગ્યાએ અથડામણની પણ ઘટના બની હતી.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે