અમરેલી: રોડ પર પાણી પીવા પહોંચ્યો જંગલનો રાજા સિંહ, VIDEO વાયરલ

રાજ્યમાં સતત સિંહોની અનેક વીડિયો વાયરલ થતા હોય છે. અનેકવાર સિંહોના લટાર મારતા વીડિયો પણ વાયરલ થતા હોય છે. તો ક્યારેક રસ્તા વચ્ચે આરામ ફરમાવતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે હવે એવો વીડિયો વાયરલ થયો છે, કે જે જોતાની સાથે જ તમારુ મન ખુશ થઇ જશે. રાજ્યના અમરેલીના જંગલ વિસ્તારમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં જંગલનો રાજા સિંહ રોડ પર આવેલા એક ખાડામાંથી પાણી પી રહ્યો છે. 
અમરેલી: રોડ પર પાણી પીવા પહોંચ્યો જંગલનો રાજા સિંહ, VIDEO વાયરલ

અમરેલી: રાજ્યમાં સતત સિંહોની અનેક વીડિયો વાયરલ થતા હોય છે. અનેકવાર સિંહોના લટાર મારતા વીડિયો પણ વાયરલ થતા હોય છે. તો ક્યારેક રસ્તા વચ્ચે આરામ ફરમાવતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે હવે એવો વીડિયો વાયરલ થયો છે, કે જે જોતાની સાથે જ તમારુ મન ખુશ થઇ જશે. રાજ્યના અમરેલીના જંગલ વિસ્તારમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં જંગલનો રાજા સિંહ રોડ પર આવેલા એક ખાડામાંથી પાણી પી રહ્યો છે. 

મળતી માહિતી મુજબ આ વીડિયો ધારી-ઉના સ્ટેટ હાઇવેનો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે, કે જ્યાં સુધી સિંહ પાણી પીવે છે ત્યાં સુધી રોડની બંન્ને બાજુએ ટ્રાફિક થઇ જાય છે. લોકો જંગલના રાજાને પાણી પીતો જોઇ તેને હેરાન કરવા નથી માંગતા તેવું સ્પષ્ટ પણે દેખાઇ રહ્યું છે. 

સિંહના રોડ પર આવ્યા બાદ લગભગ 20 મીનિટ સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. લોકો જ્યાં હતા ત્યાંજ તેમની ગાડીઓ રોકીને ઉભા થઇ ગયા હતા. અને સિંહનો પાણી પીતો વીડિયો પણ બનાવ્યો હતો. અને સિંહ દર્શન પણ કરી લીધા હતા. 
 

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news