ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…

New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…

Viral Video with Anant Ambani : ગત મહિના ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી પોતાની પ્રી-વેડિંગને કારણે ભારે લાઈમલાઈટમાં રહ્યાં. બહુ ઓછા લોકો એવા હશે જેમણે અનંત અંબાણીનું નામ સાંભળ્યુ નહિ હયો. સોશિયલ મીડિયા પર હાલ એક યુવતી સાથે અનંત અંબાણીની તસવીર જોરદાર વાયરલ થઈ છે. રાધિકા મર્ચન્ટની જગ્યાએ આ યુવતી શું કરી રહી છે તેવો લોકોને સવાલ થઈ રહ્યો છે. તો સાથે જ પહેલીવાર એવું જોવા મળ્યું કે, અંનત અંબાણી આ રીતે કોઈ યુવતી સાથે નજર આવ્યા હોય. 

હકીકતમાં આ એક ફેન છે. આ યુવતીએ અનંત અંબાણીને જોઈને તેમની સાથે તસવીર પડાવી હતી. @ beth_Zesu નામના એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક યુવતી અનંત અંબાણીની સાથે તસવીર લઈ રહી છે. આ વીડિયોને એક કેપ્શન આપવામાં આવી છે, જેમાં તે વીડિયો શેર કરાયો છે. 

યુવતીએ લખ્યું કે, મેં જોયું કે આ શખ્સ સાથે બધા તસવીરો ક્લિક કરાવી રહ્યા હતા, તો મેં પણ ક્લિક કરી. હવે લોકો આ યુવતીને પૂછી રહ્યા છે કે આ શખ્સ કોણ છે. આ કેપ્શનને કારણે આ વીડિયો તેજીથી વાયરલ થઈ ગયો છે. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bethany Zesu (@beth_zesu)

 

હકીકત એવી છે કે, અનંત અંબાણી પોતાના પેટ ડોગ સાથે ફરવા નીકળ્યા હતા, ત્યારે તેમના ફેન્સ તેમની પાસે આવીને તસવીર લઈ રહ્યા હતા, ત્યારે આ યુવતીએ પણ તસવીર લીધી હતી, અને શેર કરી હતી. જોકે, તેને ખબર ન હતી કે તે આ રીતે વાયરલ થઈ જશે. 

લોકોએ કરી મજેદાર કોમેન્ટ્સ
લોકોએ આ વીડિયો જોઈને અનેક કોમેન્ટ્સ કરી હતી. એક યુઝરે મજાક કરતા લખ્યું કે, આ લગ્નનો ખર્ચ પાકિસ્તાની જીડીપી કરતા પણ વધારે છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, તે ભારતના સૌથી ગરીબ શખ્સનો દીકરો છે. તો કોઈએ લખ્યું કે, એશિયાના સૌથી અમીર શખ્સનો નાનો દીકરો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news