આ શું? 2 યુવતીએ બધાની સામે જ બદલવા પડ્યા કપડાં, ફોટો શેર કરીને કહી આ વાત

Airlines forced to change cloth in public: ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન અને એરપોર્ટ પર અનેકવાર મુસાફરોની ગેરવર્તણૂંકના વીડિયો સામે આવે છે. પરંતુ આ વખતે એરલાઈનની શરમજનક કરતૂત સામે આવી છે. જેના કારણે બે યુવતીઓએ બધાની સામે જ કપડાં બદલવા પડ્યા.

આ શું? 2 યુવતીએ બધાની સામે જ બદલવા પડ્યા કપડાં, ફોટો શેર કરીને કહી આ વાત

Airlines forced to change cloth in public: ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન અને એરપોર્ટ પર અનેકવાર મુસાફરોની ગેરવર્તણૂંકના વીડિયો સામે આવે છે. પરંતુ આ વખતે એરલાઈનની શરમજનક કરતૂત સામે આવી છે. જેના કારણે બે યુવતીઓએ બધાની સામે જ કપડાં બદલવા પડ્યા. આ મામલો અમેરિકાના લાસ વેગાસનો છે. જ્યાં અમેરિકન એરલાઈનના કર્મચારીઓએ યુવતીઓને ફ્લાઈટમાં જતા પહેલા પોતાના પેન્ટ્સ બદલવા માટે મજબૂર કરી. 

યુવતીઓએ લગાવ્યો ગંભીર આરોપ
અમેરિકન કોમડિયન ક્રિસી માયરે ટ્વીટ કરીને અમેરિકન એરલાઈન પર ગંભીર આરોપ લગાવ્યો અને કહ્યું કે તેને બધા સામે કપડાં બદલવા માટે મજબૂર કરવામાં આવી. ક્રિસી માયરે ટ્વીટ કરીને કહ્યું કે, અમેરિકન એરલાઈનના એક કર્મચારીએ મને અને કિયાનું થોમ્પસનને ફ્લાઈટમાં ચડતા પહેલા પોતાના પેન્ટ્સ બદલવા માટે મજબૂર કર્યા. જેમાં પહેલાવાળા કપડાં કરતા વધુ શરીર  દેખાતું હતું. આ કોઈ રિવાર્ડેડ મેમ્બર સાથે આ પ્રકારનું વર્તન કરવાની રીત નથી. 

મેક્સી સ્કર્ટ પહેરવા પર આપત્તિ?
ક્રિસી માયર અને કિયાનુ થોમ્પસને મેક્સી સ્કર્ટ પહેર્યું હતું પરંતુ અમેરિકન એરલાઈનના કર્મચારીએ તેમને આ કપડાં બદલવા માટે મજબૂર કર્યા. ત્યારબાદ બંનેએ બધાની સામે જ કપડાં બદલવા પડ્યા અને પછી શોર્ટ્સ પહેરવા પડ્યા. ક્રિસીએ ટ્વીટ કરીને કહ્યું કે તેમને ગેટ પર કપડાં બદલવા પડ્યા અને તે પણ કોઈ પણ કવર વગર બધાની સામે. અત્રે જણાવવાનું કે ક્રિસીએ પોતાના બે ફોટા શેર કર્યા. જેમાં એક ફોટામાં તે મેક્સી સ્કર્ટ પહેરેલી જોવા મળે છે અને બીજા ફોટામાં તે શોર્ટ્સ પહેરેલી જોવા મળે છે. 

THIS IS NO WAY TO TREAT A REWARDS MEMBER pic.twitter.com/SgjCrHdLHV

— Chrissie Mayr🇺🇸 (@ChrissieMayr) May 2, 2023

એરલાઈન પર ઉઠ્યા સવાલ
ક્રિસી માયર દ્વારા મામલો ઉઠાવવામાં આવ્યા બાદ અમેરિકન એરલાઈન પર હવે સવાલ ઉઠી રહ્યા છે અને લોકો ખુબ મજાક પણ ઉડાવી રહ્યા છે. ક્રિસીની ટ્વીટ વાયરલ થયા બાદ અમેરિકન એરલાઈને જવાબ આપ્યો અને કહ્યું કે, તમારી ટિપ્પણી પર અમને ચિંતા છે. કૃપા કરીને ડીએમમાં અમારી સાથે જોડાઓ. અમે અહીં છીએ અને તમને સાંભળવા માટે તૈયાર છીએ. જેના પર જવાબ આપતા ક્રિસીએ કહ્યું કે આ વાસ્તવમાં અપમાનજનક હતું અને હું તમારા લોકો પ્રત્યે ખુબ વફાદાર છું, મારી પાસે ક્રેડિટ કાર્ડ અને બધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news