ન સુધર્યું અમેરિકા! ફરી ભારતના આંતરિક મામલામાં કર્યો ચંચુપાત, કેજરીવાલની ધરપકડ બાદ હવે આ મુદ્દે કરી ટિપ્પણી

પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ અને હવે અમેરિકાએ કોંગ્રેસ પાર્ટીના ફ્રીઝ બેંક એકાઉન્ટ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. ભારત સરકાર દ્વારા મંગળવારે એક સીનિયર અમેરિકી રાજનયિકને તલબ કરાયા બાદ બાઈડેન પ્રશાસન તરફથી આ નિવેદન આવ્યું છે. 

ન સુધર્યું અમેરિકા! ફરી ભારતના આંતરિક મામલામાં કર્યો ચંચુપાત, કેજરીવાલની ધરપકડ બાદ હવે આ મુદ્દે કરી ટિપ્પણી

ભારતે આકરો વિરોધ વ્યક્ત કરવા છતાં અમેરિકાએ ફરી એકવાર ભારતના આંતરિક મામલાઓ પર ટિપ્પણી કરી છે. પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ અને હવે અમેરિકાએ કોંગ્રેસ પાર્ટીના ફ્રીઝ બેંક એકાઉન્ટ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. ભારત સરકાર દ્વારા મંગળવારે એક સીનિયર અમેરિકી રાજનયિકને તલબ કરાયા બાદ બાઈડેન પ્રશાસન તરફથી આ નિવેદન આવ્યું છે. 

શું કહ્યું અમેરિકાએ?
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે અમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સહિત આ કાર્યવાહીઓ પર બારીકાઈથી નજર રાખીશું. મિલર વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારત દ્વારા નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસના કાર્યવાહક ઉપપ્રમુખ ગ્લોરિયા બરબેનાને તલબ કરવાની સાથે સાથે કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાને ફ્રીઝ કરવા પર પૂછાયેલા એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. 

કોઈને આપત્તિ ન હોવી જોઈએ
મિલરે કહ્યું કે અમને કોંગ્રેસ પાર્ટીના આરોપો અંગે પણ જાણકારી છે કે ટેક્સ અધિકારીઓએ તેમના કેટલાક બેંક ખાતા એ રીતે ફ્રીઝ કરી નાખ્યા છે કે આગામી ચૂંટણીઓમાં પ્રભાવી રીતે પ્રચાર કરવું પડકારભર્યું બની જશે. અમેરિકા દરેક મુદ્દા પર નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરે છે. તેમણે કહ્યું કે તેઓ કોઈ પણ અંગત રાજનયિક વાતચીત અંગે વાત નથી કરતા પરંતુ ચોક્કસ રીતે તેઓ નિષ્પક્ષ, પારદર્શક અને સમયસર કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરે છે. તેમણે એજન્સી સાથે વાતચીતમાં કહ્યું કે કોઈને પણ તેના પર આપત્તિ હોવી જોઈએ નહીં.

ભારતે નોંધાવ્યો હતો આકરો વિરોધ
આ અગાઉ બુધવારે ભારતે અમેરિકાના એક વરિષ્ઠ રાજનિયકને તલબ કર્યા હતા. વિદેશ મંત્રાલયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અમેરિકી વિદેશ વિભાગના એક અધિકારીની ટિપ્પણીને લઈને આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓએ અમેરિકી મિશનના કાર્યવાહક ઉપ પ્રમુખ ગ્લોરિયા બર્બેનાને સાઉથ બ્લોક સ્થિત ઓફિસમાં તલબ કર્યા હતા.  બેઠક 30 મિનિટ કરતા વધુ ચાલી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news