Afghanistan ના રાષ્ટ્રપતિ Ashraf Ghani એ Ajmer Sharif Dargah માટે મોકલી ચાદર

અજમેર શરીફ દરગાહ (Ajmer Sharif Dargah) ના સજ્જાદાનશીન, સૈયદ સલમાન ચિશ્તીએ કહ્યું કે 'આ ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે દ્રિપક્ષીય સંબંધોમાં એક મોટી પ્રગતિ છે અને અફઘાનિસ્તાનમાં ચરમપંથી કટ્ટરપંથીઓ માટે મજબૂત સંદેશ છે. 

Afghanistan ના રાષ્ટ્રપતિ Ashraf Ghani એ Ajmer Sharif Dargah માટે મોકલી ચાદર

નવી દિલ્હી/અજમેર: ભારતની સાથે રાજકીય અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરવાના સંકેત આપતાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં પોતાના રાજકીય મિશનના માધ્યમથી વિશ્વ પ્રસિદ્ધ અજમેર શરીફ દરગાહ (Ajmer Sharif Dargah) ને 'ચાદર' મોકલી છે. અજમેરમાં ખ્વાઝા ગરીબ નવાજના વાર્ષિક 809મા 'ઉર્સ મુબારક' ચાલુ છે.  

અશરફ ગનીએ મોકલ્યા સંદેશ
હાલ 'ગદ્દી નશીન' અને હજરત ખ્વાઝા મોઇનુદ્દીન હસન ચિશ્તી (1142-1236 ઇ)ના 27મા વંશજ હાજી સૈયદ સલમાન ચિશ્તીએ કહ્યું 'અફઘાનિસ્તાનના કોઇ પણ રાષ્ટ્રાપતિ અને કોઇપણ દક્ષિણ એશિયાઇ રાષ્ટ્ર દ્રારા મોકલવામાં આવેલી પહેલી પવિત્ર 'ચાદર મુબારક' છે. તેમણે કહ્યું રાષ્ટ્રપતિ અશરફ ગની (Ashraf Ghani)એ સંદેશ મોકલ્યો છે કે 'ખ્વાજા ગરીબ નવાજ (આરએ)નો સંદેશ દુનિયાભરમાં સાંભળ્યો અને સમજવામાં આવે. 

કટ્ટરપંથીઓ માટે મજબૂત સંદેશ
અજમેર શરીફ દરગાહ (Ajmer Sharif Dargah) ના સજ્જાદાનશીન, સૈયદ સલમાન ચિશ્તીએ કહ્યું કે 'આ ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે દ્રિપક્ષીય સંબંધોમાં એક મોટી પ્રગતિ છે અને અફઘાનિસ્તાનમાં ચરમપંથી કટ્ટરપંથીઓ માટે મજબૂત સંદેશ છે, જેમણે ઘણા સૂફી શ્રાઇનો અને એકતાના કેંદ્રોને નષ્ટ કરી દીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પણ 'ચાદર' ચઢાવી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news