PM For A Day: ફિનલેન્ડમાં એક 16 વર્ષની યુવતીએ સંભાળી દેશની કમાન, બની એક દિવસ માટે પ્રધાનમંત્રી

ફિનિશ પ્રધાનમંત્રી સન્ના મારિને મહિલાઓના અધિકારીને પ્રોત્સાહન આપવાના અભિયાનના ભાગરૂપે 16 વર્ષની ઉંમરની એક યુવતીને બુધવારે એક દિવસ માટે સત્તા સોંપી હતી. 

 PM For A Day: ફિનલેન્ડમાં એક 16 વર્ષની યુવતીએ સંભાળી દેશની કમાન, બની એક દિવસ માટે પ્રધાનમંત્રી

ફિનલેન્ડઃ તમે 2011મા આવેલી બોલીવુડની ફિલ્મ 'નાયક' જોઈ હશે જેમાં અનિલ કપૂરને એક દિવસ માટે સીએમ બનવાનો આઇડિયા આવે છે. આ ફિલ્મમમાં અમરિશ પૂરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હોય છે. ત્યારે અનિલ કપૂર એક દિવસ માટે મુખ્યમંત્રી બને છે અને મુંબઈ શહેરમાં કેટલાક ઝડપી અને પોઝિટિવ ફેરફાર લાવે છે. પરંતુ આવી ઘટના જ્યારે હકીકતમાં બને ત્યારે. આવી એક ઘટના ફિનલેન્ડમાં બની છે. જ્યાં એક  યુવતી એક દિવસ માટે દેશની પ્રધાનમંત્રી બની છે. આવા મુર્ટો નામની એક 16 વર્ષીય કિશારો ફિનલેન્ડની એક દિવસ માટે પીએમ બની હતી. 

ફિનિશ પ્રધાનમંત્રી સન્ના મારિને મહિલાઓના અધિકારીને પ્રોત્સાહન આપવાના અભિયાનના ભાગરૂપે 16 વર્ષની ઉંમરની એક યુવતીને બુધવારે એક દિવસ માટે સત્તા સોંપી હતી. એક દિવસ પીએમ બનેલી આવા મુર્ટોએ ઉમેર્યું કે તેણીએ "કાયદા અંગે કેટલીક નવી વસ્તુઓ શીખી છે."

તેણે એએફપી સાથે વાત કરતા કહ્યું કે, નિર્ણય લેનારા માટે તેનો સંદેશ છે કે યુવતીઓને તે અનુભવ કરાવવાની જરૂર છે કે તે કેટલી મહત્વપૂર્ણ છે, અને તે યુવકોની જેમ તકનીકમાં કેટલી સારી છે. 

Murto wants to focus on opportunities for the most vulnerable girls to benefit from technology.

In the #girlstakeover by @PlanGlobal girls around the world step into the shoes of leaders. pic.twitter.com/EWZK8rEgXb

— Finnish Government (@FinGovernment) October 7, 2020

તેણે કહ્યું, મને લાગે છે કે યુવા લોકોએ વયસ્કોને વધુ ઇનોવેટિવ બનાવવા અને ભવિષ્ય વિશે વધુ વિચારવા માટે શીખવી શકે છે. 

'સ્વેપ' બાળકોના અધિકાર દાન યોજના આંતરરાષ્ટ્રીય દ્વારા એક વૈશ્વિક 'ગર્લ્સ ટેકઓવર' અભિયાનનો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય તકનીક ઉદ્યોગોમાં યુવતીઓના ડિજિટલ કૌશલ્ય અને તકો વિશે જાગરૂકતા વધારવા અને મહિલાઓ વિરુદ્ધ ઓનલાઇન પજવણીની સમસ્યાઓને ઉજાગર કરવાનો છે. 

ફિનલેન્ડ આંતરરાષ્ટ્રીય લૈંગિક સમાનતાની તુલનામાં વધુ સ્કોર કરે છે, પરંતુ મહિલાઓને હજુ પણ ટેક્નિકલ ફર્મ અને બોર્ડરૂમમાં ખુબ ઓછુ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, જ્યારે ટેક્નોલોજી સંબંધિત અભ્યાસ શરૂ કરનારી મહિલાઓની દેશની ભાગીદારી ઓઈસીડીમાં સૌથી ઓછી છે. 

1 લાખ રૂપિયાની નોટ બહાર પાડવાની તૈયારીમાં આ દેશ, આવી ત્રણ નોટથી મળશે 1 કિલો ચોખા  

34 વર્ષીય ફિનલેન્ડના પ્રધાનમંત્રી મારિન ડિસેમ્બરમાં પદભાર સંભાળવાની સાથે વિશ્વમાં સૌથી નાની ઉંમરમાં સરકારના પ્રમુખ બન્યા, જેણે પાંચ કેન્દ્ર-વામ દળોના ગઠબંધનનું નેતૃત્વ કર્યું, જે બધી મહિલાઓના નેતૃત્વમાં હતું. 

મારિન બુધવારે સંપૂર્ણ રીતે મુક્ત નહતાા, કારણ કે તેમણે સવારે બજેટ સંબંધિત વાર્તાઓમાં ભાગ લીધો હતો. 

તે પૂછવા પર કે શું કેટલાક વર્ષોમાં પૂર્ણકાલિન કામ કરવામાં રસ દાખવશે, મુર્ટોએ એએફપીને કહ્યું, તે નક્કી કરવું મારા માટે નથી, પરંતુ સંભવતઃ હા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news