આ વર્ષે લગ્નના ફક્ત 5 મુહૂર્ત જ છે બાકી, પછી લગ્ન માટે એપ્રિલ સુધી જોવી પડશે રાહ
કોરોના સંકટના લીધે 2020 તમામ માટે ખરાબ વર્ષ રહ્યું છે. કોરોના મહામારીના લીધે મોટાભાગના ધાર્મિક કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યા છે. કોરોનાના લીધે ઘણા યુવક-યુવતિઓના લગ્ન રોકવા પડ્યા તો કોઇએ ઘરમાં રહીને લગ્ન કરી લીધા. હવે આગામી દિવસોમાં લગ્નના મુહૂર્તને લઇને જે યોગ બની રહ્યા છે.
Trending Photos
ભોપાલ: કોરોના સંકટના લીધે 2020 તમામ માટે ખરાબ વર્ષ રહ્યું છે. કોરોના મહામારીના લીધે મોટાભાગના ધાર્મિક કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યા છે. કોરોનાના લીધે ઘણા યુવક-યુવતિઓના લગ્ન રોકવા પડ્યા તો કોઇએ ઘરમાં રહીને લગ્ન કરી લીધા. હવે આગામી દિવસોમાં લગ્નના મુહૂર્તને લઇને જે યોગ બની રહ્યા છે. તે ઠીક છે. વર્ષ ખતમ થવામાં 85 દિવસ બાકી છે અને એવામાં ફક્ત લગ્નના 5 જ મુહૂર્ત છે.
શું છે પંચાંગના અનુસાર મુહૂર્ત
પંચાગની વાત કરીએ તો આગામી નવેમ્બર મહિનામાં 2 શુભ મુહૂર્ત છે. પહેલું મુહૂર્ત 25ના રોજ અને બીજું 30 નવેમ્બરના રોજ રહેશે. વર્ષના અંતિમ મહિના ડિસેમ્બરમાં ત્રણ મુહૂર્ત રહેશે જે 7, 9 અને 11 ડિસેમ્બરનાર રોજ રહેશે. આ મુજબ જોવા જઇએ તો વર્ષના બાકી દિવસોમાં ફક્ત 5 દિવસ જ લગ્નની શરણાઇ ગુંજશે. આગામી લગ્ન યોગ માટે યુવક-યુવતિઓને એપ્રિલ સુધી લાંબી રાહ જોવી પડશે.
કોરોના બાદ હવે ગ્રહોએ કર્યા ઉદાસ
પંડિતોનું કહેવું છે કે 2020માં લગ્નના ઓછા મુહૂર્ત રહ્યા છે અને ઉપરથી કોરોનાએ તમામની કમર તોડી નાખી છે. લગ્નના કાર્યક્રમો સાથે જોડાયેલા પંડિત, રસોયા, બેંડબાજા,હોટલ, ધર્મશાળા, ટેન્ટ હાઉસવાળા, લાઇટિંગવાળા વગેરે તમામ વ્યવસાયવાળા આર્થિક સંકટમાં છે. આગામી દિવસોમાં લગ્નના બુકિંગ અત્યારથી શરૂ થઇ ગયા છે. આગામી દિવસોમાં ઓછા મૂહૂર્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે