કેલિફોર્નિયાઃ 25 વર્ષના સૌથી શક્તિશાળી 7.1 તીવ્રતાના ભૂકંપથી રાજ્ય ધણધણી ઉઠ્યું

લગભગ 2000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, કેટલાક ઘરમાં ભૂકંપના કારણે આગ ફાટી નિકળી હતી, કેટલાક ઘરમાં રહેલા સ્વિમિંગ પૂલનું પાણી ઉછળીને બહાર આવી ગયું હતું, સડકો પર તિરાડ પડી ગઈ હતી 
 

કેલિફોર્નિયાઃ 25 વર્ષના સૌથી શક્તિશાળી 7.1 તીવ્રતાના ભૂકંપથી રાજ્ય ધણધણી ઉઠ્યું

કેલિફોર્નિયા(યુએસ): અમેરિકાના રાજ્ય એવે કેલિફોર્નિયાના દક્ષિણ ભાગમાં શુક્રવારે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવતાં આંખું રાજ્ય ધણધણી ઉઠ્યું હતું. લગભગ 25 સેકન્ડ સુધી ચાલેલા આ ભૂકંપ પછી કેટલાક આફ્ટરશોક પણ આવ્યા હતા, જેના કારણે લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. આ ભૂકંપમાં કોઈ જાનહાનીના સમાચાર નથી. હજુ, ગુરૂવારે જ અહીં 25 વર્ષનો સૌથી શક્તીશાળી 6.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. 

— USGS Big Quakes (@USGSBigQuakes) July 6, 2019

સિસ્મોલોજિસ્ટ લ્યુસી જેન્સે શુક્રવારે જણાવ્યું કે, આ ભૂકંપમાં ધરતીમાંથી ભારે ઊર્જા બહાર નિકળી હતી. શુક્રવારે આવેલા ભૂકંપમાં ગુરૂવારના 6.4ના ભૂકંપ કરતાં 11 ગણી ઊર્જા ધરતીમાંથી બહાર નિકળી હતી. અધિકારીઓએ ભૂકંપના વધુ ઝટકા આવવાની સંભાવના વ્યક્ત કરી છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવીન  ન્યૂસમે જણાવ્યું કે, તેમણે રાજ્યના ઈમરજન્સી વિભાગને કોઈ પણ કટોકટીને પહોંચી વળવા માટે તૈયાર રહેવાના આદેશ આપ્યા છે. 

શુક્રવારે આવેલા 7.1ની તીવ્રતાના ભૂકંપ પછી કેટલાક મકાનમાં અચાનક આગ ફાટી નિકળી હતી. બેકર્સફિલ્ડ કાઉન્ટીની રહેવાશી ગિવાના ગેમેઝે જણાવ્યું કે, તે ઘરમાં હતી ત્યારે અચાનક જ તેના સ્વિમિંગ પુલનું પાણી છલકાવા લાગ્યું હતું. આથી તેઓ ઘરની બહાર દોડી ગયા હતા. લગભગ એક મિનિટ સુધી ધરતી ધ્રુજતી રહી હતી. આ ભૂકંપના કારણે હાઈવે ઉપર ખડકો ધસી આવી હતી. કેટલાક હાઈવે પર મોટી તિરાડો પણ પડી ગઈ હતી. 

— JD (@jedent) July 6, 2019

ફાયર વિભાગે જણાવ્યું કે, તેમને એસબી કાઉન્ટીમાંથી રાહત-બચાવ માટે 911 જેટલા કોલ આવ્યા હતા. જોકે, કેટલીક જગ્યાએ ઘરોમાં નુકસાન થયું છે, તિરાડો પડી ગઈ છે, ફુવ્વારા તુટી ગયા છે તો ક્યાંક છત છુટી પડી ગઈ છે. જોકે, આ ભૂકંપમાં કોઈ જાનહાની થઈ નથી. 

— EMSC (@LastQuake) July 6, 2019

સ્થાનિક તંત્ર દ્વારા 2000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. યુરોપિયન-ભૂમધ્ય વિસ્તારના સિસ્મોલોજિકલ સેન્ટરે દાવો કર્યો કે, લગભગ 2 કરોડથી વધુ લોકોએ ભૂકંપના ઝટકાને અનુભવ્યો હતો. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news