Pushpa 2 Making Video: કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 મિનિટનો વીડિયો
Pushpa 2 The Rule BTS Video: ભારતીય સિનેમેટિક ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પુષ્પા 2 કેવી રીતે બની? આ અહીં જાણો
Trending Photos
Pushpa 2 The Rule Making Video: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર 'પુષ્પા 2: ધ રૂલ' હજુ પણ કમાણી કરી રહી છે. અલ્લુ અર્જુનની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મની બોક્સ ઓફિસ પર પોતાની ઐતિહાસિક દોડ યથાવત છે. રિલીઝના 30 દિવસ બાદ પણ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે.
તેણે રેકોર્ડ તોડી દીધા છે અને પ્રશંસકો સિનેમાઘરમાં ઉમટી પડ્યા છે ડાયરેક્ટર સુકુમાર અને અલ્લુ અર્જુનનું શાનદાર પરફોર્મંસ જોવા. આ અભૂતપૂર્વ સફળતા વચ્ચે મેકર્સે ફિલ્મના મેકિંગનો એક એક્સક્લુઝિવ બિહાઇન્ડ-ધ-સીન્સ વીડિયો જારી કર્યો છે, જે આ સિનેમાના માસ્ટરપીસની પાછળની મહેનત અને ક્રિએટિવિટીને દેખાડે છે.
અહીં જુઓ વીડિયો
ટી-સિરીઝે વીડિયો શેર કરતા લખ્યું- રજૂ છે ભારતીય સિનેમા ઈન્ડસ્ટ્રીની હિટ- 'પુષ્પા 2: ધ રૂલ (મેકિંગ).
વીડિયોમાં જોવા મળી બધાની મહેનત
વીડિયોમાં દરેક ફ્રેમની પાછળનું સમર્પણ, ક્રિએટિવિટી અને મહેનતને ઉજાગર કરવામાં આવી છે, જેમાં ફિલ્મની ભવ્યતા દર્શાવવામાં આવી છે. બીટીએસ વીડિયોમાં ડાયરેક્ટર સુકુમાર અને મુખ્ય કલાકારો અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત દેખાડવામાં આવી છે.
પુષ્પા 2નું વર્લ્ડવાઇડ છપ્પરફાડ કલેક્શન
મેકર્સે દર્શકો પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરતા પોતાની ફિલ્મની સફળતા અને પ્રેમ માટે આભાર માન્યો છે. ફિલ્મએ વિશ્વભરમાં 1831 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે. આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડી ભારતીય સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર બની ગઈ છે.
પુષ્પા 2 ધ રૂલ વિશે
'પુષ્પા 2: ધ રૂલ'નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મદાંના અને ફહદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ મૈત્રી મૂવી મેકર્સ અને સુકુમાર રાઇટિંગ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે અને તેનું સંગીત ટી-સિરીઝ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે