Pakistan એક ભારતીયને UN દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરાવવા માંગતુ હતું, પણ આ દેશોએ આપી ધોબીપછાડ
પાકિસ્તાન ઈચ્છતું હતું કે UNSC ની 1267 કમિટી આ પ્રસ્તાવ પાસ કરી દે. પરંતુ ભારત સહિત 5 દેશોએ આ પ્રસ્તાવ ફગાવી દીધો.
Trending Photos
પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાંથી ભારતીય વ્યક્તિ ગોબિંદા પટનાયક દુગ્ગીવલાસાને આતંકી જાહેર કરાવવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે પડી ગયો છે. પાકિસ્તાન ઈચ્છતું હતું કે UNSC ની 1267 કમિટી આ પ્રસ્તાવ પાસ કરી દે. પરંતુ ભારત સહિત 5 દેશોએ આ પ્રસ્તાવ ફગાવી દીધો. પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ગોબિંદા પટનાયક તેના દેશમાં થયેલા આતંકી હુમલાઓમાં સામેલ રહ્યો છે.
પાકિસ્તાનના આ મેલા ઈરાદાને માત આપવામાં ભારતને જે દેશોનો સાથ મળ્યો તેમાં બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ અને અલ્બાનિયા સામેલ છે. જેમણે આ પ્રસ્તાવ ફગાવવામાં ભારતને મદદ કરી. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ UNSC ના સ્થાયી સભ્યો છે. જ્યારે અલ્બાનિયા આ મહિના માટે પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ અગાઉ સપ્ટેમ્બર 2020માં પણ પાકિસ્તાને આવી જ એક કોશિશ કરી હતી પરંતુ ત્યારે પણ 5 દેશો તરફથી તે પ્રસ્તાવ ફગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનના આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સમિતિએ સમયની બરબાદી ગણાવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજનયિક ટી.એસ ત્રિમુર્તિએ આ અંગે જાણકારી આપતી ટ્વીટ કરી. ટ્વીટમાં લખ્યું કે 'પાકિસ્તાન આતંકવાદને ધાર્મિક રંગ આપવાની કોશિશ કરી રહ્યું હતું અને 1267 હેઠળ સ્પેશિયલ પ્રક્રિયાનું રાજનીતિકરણ કરવા માંગતું હતું.' તેમણે કહ્યું કે જે દેશોએ પાકિસ્તાનના પ્રસ્તાવને ફગાવ્યો તેમનો અમે આભાર માનીએ છીએ.
Excl: 5 countries, including India Reject Pakistan bid to list Indian National as International Terrorists at United Nation. Reporting: https://t.co/Gqr3y1XkdV
— Sidhant Sibal (@sidhant) June 20, 2022
અત્રે જણાવવાનું કે પાકિસ્તાન આ પ્રસ્તાવ ભારતની એ કોશિશની બરાબર એક અઠવાડિયા બાદ લઈને આવ્યું જે હેઠળ લશ્કરના બીજા નંબરના કમાન્ડર અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકી જાહેર ક રવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જો કે ચીનો તેના પર વીટો મારી દીધો હતો. આ પ્રસ્તાવ ભારત અને અમેરિકાએ સંયુક્ત રીતે પહેલી જૂને રજૂ કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા પરિષદની 1267 કમિટી સમક્ષ રજૂ કરાયો. જે હેઠળ આપત્તિ નોંધાવવાની છેલ્લી તારીખ 16 જૂન હતી પરંતુ તે પહેલા જ ચીને મલીન ઈરાદાથી વીટો મારી દીધો.
અમેરિકા પણ મક્કીને આતંકી માને છે અને તેના માથે 2 મિલિયન ડોલરનું ઈનામ અમેરિકાએ જાહેર કરેલું હતું. આ ઉપરાંત અમેરિકા અને ભારતે પોતાના સ્થાનિક નિયમો મુજબ તેને આતંકી જાહેર કરેલો છે. મક્કી મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો સંબંધી છે અને અલકાયદાના ચીફ અયમાન અલ ઝવાહિરીનો પણ નીકટનો ગણાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે