હવે ઉત્તર કોરિયાની વિરુદ્ધ થયા અમેરિકા સહિત 26 દેશ, લગાવ્યો આ આરોપ

ઉત્તર કોરિયા સામે લગાવવામાં આવેલા પ્રતિબંધો પર નજર રાખતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને એવું જાહેર કરવા જણાવાયું છે કે, પ્યોંગયાંગ સીમાનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તેના પર તાત્કાલિક પ્રતિબંધ મુકવાની માગ કરાઈ છે 
 

હવે ઉત્તર કોરિયાની વિરુદ્ધ થયા અમેરિકા સહિત 26 દેશ, લગાવ્યો આ આરોપ

સંયુક્ત રાષ્ટ્રઃ અમેરિકા સહિત 26 દેશોએ ઉત્તર કોરિયા પર આરોપ લગાવ્યો છે કે, તે 5 લાખ બેરલ પરિષ્કૃત પેટ્રોલિયમ ઉત્પાદનની વાર્ષિક મર્યાદા કરતાં વધુ આયાત કરીને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. 

ફરિયાદમાં ઉત્તર કોરિયા સામે લગાવવામાં આવેલા પ્રતિબંધો પર નજર રાખતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને એવું જાહેર કરવા જણાવાયું છે કે, પ્યોંગયાંગ સીમાનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તેના પર તાત્કાલિક પ્રતિબંધ મુકવાની માગ કરાઈ છે.

રશિયા અને ચીને ગયા વર્ષે જુલાઈમાં અમેરિકાના આવા જ પ્રયાસને અટકાવ્યો હતો, જેમાં સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતિને ઉત્તર કોરિયા પર વાર્ષિક મર્યાદાના ઉલ્લંઘન અંગે જાહેરમાં આરોપ લગાવાવા માટે કહેવાયુ્ં હતું. ઉત્તર કોરિયા મુખ્યત્વે ચીન અને રશિયા પાસેથી પેટ્રોલિયમ પ્રોડક્ટ ખરીદે છે.

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news