સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો , જળ સપાટી 121 મીટરને પાર
રાજ્યમાં હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 121.96 મીટરે પહોંચી છે. ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી 68023 ક્યુસેક પાણીની આવક થઇ છે. હાલ ગુજરાતના ખેડૂતો માટે 12872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 24 કલાકમાં ડેમની સપાટી 24 સે.મી. વધી છે. નર્મદા ડેમમાં 1690 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. MPના 2 ડેમના પાવર હાઉસ શરૂ રહેતા પાણીની આવક સારી એવી થઇ રહી છે.