સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, નવસારીના તાપમાનમાં ઘટાડો

રાજ્યમાં શીત લહેર યથાવત જોવા મળી રહી છે. 3.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. કેશોદ અને રાજકોટમાં પણ પારો 7.6 ડિગ્રીએ પહોંચ્યો છે. હજી બે દિવસ રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઠંડીથી બચવા લોકોએ તાપણાંનો આશરો લીધો હતો.

Trending news