ઘોઘમ્બાના સિમલિયા કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો

પંચમહાલ જિલ્લાના ઘૉઘમ્બા તાલુકાની સિમલિયા કોલેજ પર વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. પરીક્ષામાં ન બેસવા દેતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. એસાઇમેન્ટના પૈસા આપેલ ન હોય તેવા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કોલેજમાં ઈન્ટરનલ પરીક્ષામાં ન બેસવા દેતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. દામાવાવ પોલીસે કોલેજ પર પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Trending news