પાટણ યુનિવર્સિટીમાં મોટું કૌભાંડ, પૂર્વ ઈન્ચાર્જ કુલપતિએ ખોટી રીતે લીધો વધારે પગાર
પાટણ યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ સામે 10 લાખ ઉચાપતની અરજી કરવામાં આવી છે. પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ડો. અનિલ નાયક સામે 10 લાખની ઉચાપત કર્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. 10 માસ સુધી ગેરકાયદેસર પગાર મેળવી 10 લાખની ઉચાપત કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ધારપુર મેડિકલ કોલેજના પ્રધ્યાપક તરીકે 40 હજાર મળવાપાત્ર હોવા છતાં કુલપતિ તરીકેનો ગેરકાયદેસર 10 માસનો પગાર ઉઠાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સંતોકબેન ઇશ્વરલાલ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન દશરથભાઈ ઇશ્વરલાલ પટેલે એસ.પી સમક્ષ લેખિતમાં આક્ષેપ લગાવ્યા છે. જે બાદ એસ.પી.એ તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર તપાસનો રેલો યુનિવર્સિટીમાં આવતાં અધિકારીઓમાં ફફડાટ છે.