વખાણવા લાયક બે કિસ્સા: આણંદમાં બનાવાઈ છાણ-ગૌ મૂત્રમાંથી ચીપ, ગુજરાતના ખેડૂતે કરી સ્ટ્રોબેરીની ખેતી

મોબાઈલના રેડિએશનથી થતી આડ અસરને સૌ કોઈ જાણે જ છે. ત્યારે તેની બચવા માટે ખાસ ચીપ બનાવવામાં આવી છે. ગાયના છાણ અને ગૌ મૂત્રમાંથી બનાવેલી ચીપથી રેડિએશન 60 થી 70 ટકા જેટલું ઘટી જાય છે. આણંદની એન. એસ. પટેલ કોલેજ આયોજિત ટ્રેડ ફેરમાં આ ચીપ વેચાણ માટે મુકવામાં આવી છે. તેમનો દાવો છે કે ઘણા પ્રયોગો કર્યા બાદ આ ચીપ બજારમાં મુકવામાં આવી છે. જેને મોબાઈલની પાછળના ભાગમાં લગાવવાથી રેડિએશન પર કાબૂ મેળવી શકાય છે. તો બીજી તરફ, મહેસાણાના વીજાપુરના ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરીને સારી કમાણી કરી રહ્યા છે. સામાન્ય રીતે સ્ટ્રોબેરીની ખેતી ખુલ્લામાં નથી કરવામાં આવતી. પરંતુ આ ખેડૂતોએ નવતર પ્રયોગ કરી સારી કમાણી કરી રહ્યા છે. વીજાપુરના કોટ ગામના ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી મબલખ આવક મેળવી રહ્યા છે. ઑસ્ટ્રેલિયામાં રહેતા સંબંધી પાસેથી પ્રેરણા લઈને ખેડૂતોએ ખુલ્લામાં શિયાળાની સિઝનમાં લાલ સ્ટ્રોબેરીનો પાક લઈ રહ્યા છે. આ વર્ષે તેમને સ્ટ્રોબેરીમાં ખૂબ જ સારી આવક મેળવી છે. સાથે જ ખેતીમાં નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. ટપક સિંચાઈ પદ્ધતિથી 20 એકરમાંથી રોજ 50 કિલોનો ઉતારો મળે છે. અને રોજની 25 હજારની આવક થાય છે. આ રીતે ખેતી કરીને ખેડૂત એક IPS અધિકારી કરતા પણ વધુ આવક મેળવી રહ્યા છે.

Trending news