PM મોદીએ કરી કેદારનાથના ડેવલ્પ્મેન્ટની વાત. પ્રકૃતિ, પર્યાવરણ અને પર્યટનની થીયરી પર મુક્યો ભાર.
કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા અને ગુફામાંથી બહાર નિકળ્યા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વડાપ્રધાન બન્યા પછી ઉત્તરાખંડમાં સરકાર બની છે. અહીં ત્રણ-ચાર મહિના વિકાસકાર્યો ચલાવી શકાય છે. બાકીનો સમય તો બરફ રહે છે. આ ધરતી સાથે મારો એક વિશેષ સંબંધ રહ્યો છે. વિકાસ મારું મિશન છે, પ્રકૃતિ, પર્યાવરણ અને પ્રવાસન. આસ્થા અને શ્રદ્ધા સૌથી મોટી બાબત છે. કપાટ ખુલતા પહેલા અસંખ્ય લોકોએ અહીં કામ કરવું પડે છે. સામાન્ય લોકોની સુવિધાનું ધ્યાન રાખવું પડે છે. હું ભગવાન પાસે ક્યારેય કશું પણ માગતો નથી. માગવાની પ્રવૃત્તિ સાથે હું સહમત નથી. પ્રભુએ આપણને માગવા નહીં પરંતુ આપવાને લાયક બનાવ્યા છે. આ સાથે જ બે દિવસના આરામની મંજૂરી માટે તેમણે ચૂંટણી પંચનો આભાર માન્યો હતો.