પટીયાલા હાઉસ કોર્ટે જાહેર કર્યું ડેથ વોરંટ, નિર્ભયાના દોષીઓને 1 ફેબ્રુઆરીએ ફાંસી

નિર્ભયા કેસમાં ટ્રાયલ કોર્ટે ચારેય દોષિતો માટે નવું ડેથ વોરન્ટ બહાર પાડ્યું છે. જે મુજબ આ ચારેય દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની હતી. પરંતુ એક દોષિતે દય અરજી કરી હતી અને તેની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધા બાદ પ્રકિયા મુજબ નવું ડેથ વોરન્ટ બહાર પાડવું પડયું અને ફાંસીની તારીખ આગળ વધારવી પડી.

Trending news