જુઓ કેવી ઝક્કાસ કામગીરી ચાલી રહી છે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં...Video

ગુજરાતના નામ સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ત્યારે આ રેકોર્ડનું માધ્યમ બનશે અમદાવાદમાં આવેલુ સરદાર પટેલ(મોટેરા) ક્રિકેટ સ્ટેડીયમ. હાલ તો મોટેરા સ્ટેડીયમનું પુન:નિર્માણની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આ ડ્રીમ પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 700 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું આ ક્રિકેટ સ્ટેડીયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન કરતા પણ મોટું બનાવવામાં આવી રહ્યું છે. મોટેરાનું ક્રિકેટ સ્ટેડિયમ 63 એકર જમીન પર આકાર પામી રહ્યું છે જેની ક્ષમતા 1,10,000 જેટલી થવા જઈ રહી છે, જે અગાઉ આશરે 54,000 જેટલી જ હતી. આવો જોઈએ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની ખાસિયત

Trending news