મહેસાણા: હોમવર્ક નહી કરતાં વિદ્યાર્થીઓને મળી વિચિત્ર સજા
ખેરાલુના ટીબલી વાસમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા નં. 3માં ધો.6માં ભણતા ત્રણ વિદ્યાર્થીઓ લેશન નહીં લાવતા વર્ગ શિક્ષક મનુભ પ્રજાપતિએ આ વિદ્યાર્થીઓને બંગડી પહેરવાની સજા કરતાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આવી વિચિત્ર સજાની વાલીઓએ ફરિયાદ કરતાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હતી. શનિવારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ ઘટના અંગે વાલીઓ સાથે બેઠક યોજી તપાસ હાથ ધરી છે.