શેર બજારને ડંખી ગયો કોરોના વાયરસ, થયો મોટો કડાકો

કોરોનાના પ્રકોપ અને યસ બેંક સંકટની અસર બજારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. સોમવારે સેન્સેક્સ 1129 પોઇન્ટના ઘટાડા સાથે 36,476 પર ખૂલ્યું. આ પ્રકારે નિફ્ટીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 317 પોઇન્ટના ઘટાડા સાથે 10672 પર ખૂલ્યું. આર્થિક મંદીના ડર અને યસ બેંક બંધ થતાં રોકાણકારોમાં આવેલી નિરાશા બજારમાં સંપૂર્ણપણે છવાયેલી જોવા મળી રહી છે. રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયા આ કડાકામાં સ્વાહા થઈ ગયા છે. માર્કેટમાં 6 ટકાના કડાકાથી હાહાકાર મચી ગયો છે.

Trending news