'મહા'એ તોડી સાગરખેડૂઓની કમર, આર્થિક રીતે થયા પાયમાલ

મહા વાવાઝોડુાની મહા અસરથી સાવચેત થઈને ગુજરાતના અનેક બંદરોના માછીમારો એલર્ટ મોડ પર આવી ગયા છે. માછીમારો સલામત સ્થળે પોતાની બોટ પાર્કિંગ કરી રહ્યા છે. મહા વાવાઝોડાને કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તો બીજી તરફ, દરિયામાં દૂર સુધી માછીમારી કરવા જવા પર પ્રતિબંધનાં કારણે માછીમાર સમુદાય આર્થિક મુશ્કેલીમાં મૂકાયો છે. તેઓએ દરિયા કાંઠે પોતાની હોડીઓ લાંગરી દીધી છે. મહા નામનાં વાવાઝોડાથી માછીમારો પણ ભયભીત બન્યા છે.

Trending news