આવતીકાલે ગુજરાતમાં યોજાશે ત્રીજા તબક્કાનું મતદાન, ચૂંટણી કામગીરીને અપાયો અંતિમ ઓપ

લોકસભની ચુંટણીમાં આવતીકાલે ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે ત્યારે રાજ્યના સંસદીય મત વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી કામગીરીની તમામ કામગીરીને આખરી ઓપ આપી દીધો છે ત્યારે આજે મોડાસા બાયડ ભિલોડા વિધાનસભાના ઇવીએમની ફાળવણી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં કુલ ૧૦૫૮ મતદાન મથકો માટે ૪૨૩૨ ઈવીએમ ફળવાયા છે જ્યારે આ ચૂંટણી કામગીરી માં 6000 જેટલા કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવશે તો બીજી બાજુ સુરક્ષા વ્યવસ્થા માટે 3500 જેટલા પોલીસ જવાનો અને 2 પેરામિલટરી ફોર્સની કંપનીઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવી છે.

Trending news