માર્કેટમાં આવી ગઈ કેસર કેરી, આટલો છે ભાવ, ખર્ચવા પડશે વધુ રૂપિયા

ચાલુ વર્ષે ઉનાળામાં સૌ પ્રથમવાર કેસર કેરી માર્કેટ આવી ગઈ છે. તાલાલા મેંગો માર્કેટ યાર્ડમાં એક વર્ષ પછી કેરની હરાજી થતા મેંગો યાર્ડ ફરીથી ધમધમતુ થયું છે. માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે 11 હજાર કેરીના બોક્સની હરાજી કરવામાં આવી છે. તો કાચી કેસર કેરીના 10 કિલોના 300થી 600 રૂપિયા ભાવ રાખવામાં આવ્યો છે. વેપારીઓના કહેવા મુજબ આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ખુબ ઓછું છે. ગત વર્ષની તુલનાએ 30 ટકા કેસર કેરીનું ઉત્પાદન ઓછું છે. જેના કારણે આ વર્ષ કેસર કેરી ખરીદવા લોકોને વધુ રૂપિયા ખર્ચ કરવા પડશે.

Trending news