જામનગર બન્યું ડેન્ગ્યુની રાજધાની, ગંદકીથી થયો રોગચાળો
ડેન્યુને હવે જામનગરનાં હવા પાણી માફક આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આજે જામનગરમાં ડેન્ગ્યુંનાં વધારે 64 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે સ્થાનિક તંત્ર ફરી એકવાર દોડતું થયું છે. ખાસ કરીને શહેરના ઘણા વિસ્તાર છે જેમાં વરસાદી પાણીથી ભરેલા નાના નાના તળાવો મચ્છરોની મિની ફેક્ટરી હોય તેવી સ્થિતી સર્જાઇ છે. જેના કારણે ડેન્ગ્યુ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળાએ શહેરમાં માઝા મુકી છે. ફરી એકવાર સ્થાનિક તંત્ર મચ્છરો અને તેના થકી ફેલાકા રોગચાળાને નાથવામાં નિષ્ફળ સાબિત થયું છે.