આરોગ્ય ક્ષેત્રે ગુજરાતની સ્થિતિને લઈને મંથન, જુઓ આરોગ્ય કમિશનરે શું કહ્યું
બેટી બચાવો, બેટી પઢાવો સહિતના અભિયાન ચલાવ્યાં પછી પણ રાજ્યમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યામાં આંચકાજનક ઘટાડો થયો છે. રાજ્યમાં હવે દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 848 જ રહી ગઈ છે. આરોગ્ય સચિવે યોજેલી પત્રકાર પરિષદમાં આ અંગે માહિતિ આપી હતી. આ ઉપરાંત નીતિ આયોગના રિપોર્ટની પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી અને રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે જરૂરી સુધારા કરવા પર ભાર મુકવામાં આવ્યો. ગુજરાત રાજ્ય આરોગ્ય ક્ષેત્રે દેશમાં ચોથા ક્રમે યથાવત છે જે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.