ઈન્ટીમેટ Video વાઈરલ થયો અને આ અભિનેત્રીનું કરિયર બરબાદ થયું, OTT પર પણ રહી નિષ્ફળ

Riya Sen Video: રિયા સેન બોલીવુડની સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રીમાંથી એક છે. પરંતુ આ અભિનેત્રીનું કરિયર એક કાંડના કારણે બરબાદ થઈ ગયું. આ ઘટના કઈ હતી અને તે સમયે શું થયું હતું ચાલો તમને જણાવીએ.

ઈન્ટીમેટ Video વાઈરલ થયો અને આ અભિનેત્રીનું કરિયર બરબાદ થયું, OTT પર પણ રહી નિષ્ફળ

Riya Sen Video: બોલીવુડથી લઈને સાઉથની ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી રિયા સેન છેલ્લા ઘણા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. રિયા સેન તેની સુંદરતા, બોલ્ડનેસ અને અભિનયના કારણે ચર્ચામાં રહેતી હતી. છેલ્લે વર્ષ 2019 માં પોઈઝન નામની વેબ સિરીઝમાં જોવા મળી હતી પરંતુ આ વેબ સિરીઝ પણ ખાસ ચાલી નહીં અને ત્યારથી રિયા સેન ફિલ્મી પડદેથી ગાયબ છે.રિયા સેન ફિલ્મો કરતા તેના વાઈરલ વીડિયોના કારણે થયેલા વિવાદના કારણે ચર્ચામાં રહી છે. 

રિયા સેન હાલ 43 વર્ષની થઈ છે. તે પોતાના સિઝલિંગ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. અભિનેત્રીના ફોટો ઇન્ટરનેટ પર વાઈરલ થતા રહે છે. બોલીવુડથી ઘણા લાંબા સમયથી રિયા સેન દૂર થઈ ગઈ છે તે ટીવીમાં નાના મોટા રોલ માં જોવા મળતી હોય છે 

રિયા સેનની માતા મુનમુન સન પણ અભિનેત્રી હતી તેના દાદી સુચિત્રા સેન પણ બોલીવુડના દિગ્ગજ અભિનેત્રી હતા અને તેની બહેન રાયમા સેન પણ અભિનેત્રી છે. રિયા સેનના પિતા ભરત દેવ વર્મા ત્રિપુરાના શાહી પરિવાર સાથે સંબંધ રાખે છે. રિયા સેને પણ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી પરંતુ ત્યાર પછી એક એવો કાંડ થઈ ગયો જેના કારણે તેનું કરિયર શરૂ થયાની સાથે જ બરબાદ થઈ ગયું. 

વર્ષ 2005 માં રિયા સેન અને અસ્મિત પટેલનો એક એમએમએસ લીક થયો હતો. આ એમએમએસમાં બંને ઈન્ટીમેટ થતા હોય તેવું દેખાયું હતું. તે સમયે રિયા સેન અને અસ્મિત પટેલ  રિલેશનશિપમાં હતા. એમ.એમ.એસ લીક થયા પછી રિયા પર કેટલાક આરોપ પણ લાગ્યા હતા. લોકોનું કહેવું હતું કે રિયા સેને આ બધું જ પબ્લિસિટી માટે કર્યું હતું. જ્યારે અસ્મિત પટેલ અને રિયા સેને આ વીડિયોને ફેક જણાવ્યો હતો. એમએમએસનો વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો હતો. 

રિયા સેને પાંચ વર્ષની ઉંમરથી જ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. 1991 માં તે વિષકન્યા ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેને માતા મુનમુનની દીકરીનો જ રોલ નિભાવ્યો હતો. ત્યાર પછી રિયા સેને બંગાળી, અંગ્રેજી, તમિલ, તેલગુ અને હિન્દી ભાષામાં ઘણી બધી ફિલ્મો કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news