24મી ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં રજૂ થનારા બજેટમાં સોલર ઉર્જા પર થઇ શકે છે વિશેષ પેકેજની જાહેરાત

24મી ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાના રજૂ થનારા બજેટમાં સોલર ઉર્જા પર વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે. ઊર્જા વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા તેમના બજેટમાં સોલર ઉર્જા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તે અંતર્ગત રાજ્યના બજેટમાં પણ વીજળીને માગને પહોંચી વળવા માટે સોલર ઊર્જાના ઉત્પાદનમાં વધારો કરવા સરકાર પ્રોત્સાહક જાહેરાતો કરશે. ગુજરાતના ખેડૂતો દ્વારા રાત્રી અપાતી વીજળીની જગ્યા એ દિવસે વીજળી આપવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે સોલર ઊર્જા થકી ખેડૂતોને દિવસે વીજળી આપવાનું આયોજન રાજ્ય સરકાર કરી શકે છે.

Trending news