મગફળી ખરીદી મામલે ખોટા રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોના સર્વે નંબર બ્લોક કરાશે
ટેકાના ભાવે મગફળી ખરીદિનો મામલે ખોટા રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોના સર્વે નંબર બ્લોક કરાશે. મગફળીની જગ્યાએ અન્ય પાકનું વાવેતર કરી રજીસ્ટ્રેશન કરનાર ખેડૂતોને ચેતવવામાં આવ્યા છે. જીલ્લા પુરવઠા અધિકારીઓને ચકાસણીની જવાબદારી સોપાઈ છે. પાડોશી રાજ્યોની મગફળી ખોટી રીતે ગુજરાતમાં ખરીદ કેન્દ્ર પર લાવવાની પ્રવૃત્તિ પર પણ વોચ રખાશે. એક ખેડૂત પાસેથી મહત્તમ 2500 કીલો મગફળી ખરીદાશે. હેક્ટર દીઠ 2057 કીલો મગફળી ખરીદી થશે.