ક્યારે દરિયાકાંઠા સાથે ટકરાશે ફાની? જાણવા કરો ક્લિક
સમુદ્રકાંઠાવાળા રાજ્ય ઓડિશામાં સાઈક્લોન ફાનીના કારણે વરસાદ અને ઝડપથી ફૂંકાતા પવન વચ્ચે સરકારે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે અને લોકોને શુક્રવારે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. આ તોફાન પુરીના દરિયાકાંઠે શુક્રવારે સવારે સાડા નવ કલાકે ટકરાય તેવી પૂરી શક્યતા છે. અત્યંત પ્રચંડ ચક્રવાત ઓડિશાના તટ તરફ આગળ વધી રહ્યું છે અને તે અંદાજિત સમય બપોરે 3 વાગ્યાથી ઘણું વહેલું સવારે જ દરિયાકાંઠે ટકરાશે.