રાજકોટમાં મગફળીના પાકને નુકસાનથી ખેડૂતોને પડ્યા પર પાટુ

રાજકોટમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું છે. પડધરી તાલુકાના દેપાડીયા, ખાખળાબેલા, ગોવિંદપર સહિત અનેક ગામમાં ખેડૂતોની મગફળીને ભારે નુકસાન થયું છે. ગઈકાલે 1.5 ઇંચ જેટલો વરસાદ પડધરી તાલુકામાં પડતાં ખેડૂતોની મુશ્કેલી વધી હતી. ગોવિંદપર ગામમાં કુલ 1000 વીઘા જેટલી મગફળીનો પાક હતો જે ફેલ થઈ ગયો છે. પડધરી તાલુકાના મોટા ભાગના ગામમાં મગફળીનો પાક ફેલ થયો છે. મગફળીની સાથે સાથે માલ ઢોરને ખવાળાવવામાં આવતા પાલામાં પણ નુકશાન થયું છે. ખેડૂતો દ્વારા વળતરની માંગ કરવાંમાં આવી રહી છે.

Trending news