પુલવામામાં સેનાનું એન્કાઉન્ટર, 4 આંતકીઓને માર્યા ઠાર

જમ્મુ અને કાશ્મીરમાં રવિવારે મોડી રાતથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અત્યાર સુધી 4 આતંકીઓને ઠાર કર્યા છે. આ સાથે જ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ ચારેય આતંકીઓ લશ્કર એ તોયબાના હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ રવિવારે મોડી રાતે સુરક્ષાદળોને પુલવામામાં ફાયરિંગની માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે વિસ્તારની ઘેરાબંધી કરીને અભિયાન ચલાવ્યું.

Trending news