કુપોષિત બાળકોને બચાવવા માટે રાજ્યમાં શરૂ કરાયું નવુ અભિયાન
કુપોષણ આપણા માટે મોટી ચેલેન્જ છે. આ નિવેદન આપ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ.... ગુજરાત કુપોષણ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે કુપોષણ સામે લડવા પાલક-વાલી કાર્યક્રમનું આયોજન કર્યું છે. જે અંતર્ગત 145 વાલીઓ કુપોષિત બાળકોને દત્તક લઈને કુપોષિત બાળકોના પાલક વાલીઓ બન્યા છે. સીએમએ પોતાના મતવિસ્તારના કુપોષિત બાળકોના પાલક વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ગુજરાત હવે ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યું છે. બે વર્ષ સુધી ગુજરાત પોષણ અભિયાન ચલાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું. ઉલ્લેખનીય છે કે, સીએમ રૂપાણીના મતવિસ્તાર વિધાનસભા બેઠક 69માં 145 બાળકો કુપોષિત છે. જે પૈકી 15 બાળકો પોષિત બન્યા છે.